અમદાવાદ એરપોર્ટ પરથી 32 કરોડનું બ્લેક કોકેઇન ઝડપાયું, DRIએ બ્રાઝિલિયન નાગરિકની કરી ધરપકડ
ગુજરાતમાં વિદેશી દારૂ અને ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે હવે રાજ્યમાંથી કોકેઈન પણ પકડાઈ રહ્યું છે. ગઈ કાલે અમદાવાદ એરપોર્ટ પરથી ડીઆરઆઈએ 33 કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ શખ્સ પ્રવાસી વિઝા લઈને બ્રાઝિલથી અમદાવાદ આવ્યો હતો. આમ DRI એ ભારતમાં 3.22 કિલો બ્લેક કોકેઈન, એક ડિઝાઇનર ડ્રગની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતા.
DRIએ રૂપિયા 32 કરોડનું બ્લેક હેરોઇન ઝડપી પાડ્યું
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી DRIએ રૂપિયા 32 કરોડનું બ્લેક હેરોઇન ઝડપી પાડ્યું છે.બ્રાઝીલના સાઉ પાઉલો એરપોર્ટ પરથી અમદાવાદ આવી રહેલા બ્રાઝિલનો નાગરીક પોતાની બેગના પૈડા અને પાયામાં બ્લેક કોકેઇન છુપાવીને લાવતો હોવાની વિગતો DRIને મળી ગઇ હતી. જેના આધારે DRIના અધિકારીઓ વોચ ગોઠવી બેઠા હતા. અને આ શખ્સ અમદવાદ એરપોર્ટ પર આવતા તેને અટકાવ્યો હતો.આ મુસાફર પ્રવાસી વિઝા પર મુસાફરી કરી રહ્યો હતો. તેની ઝીણવટ પૂર્વક તપાસ કરતા બે બેગના પાયાના વિસ્તાર અને દિવાલોમાં અસામાન્ય રીતે જાડી રબરી સામગ્રી હતી જે પ્રકૃતિમાં ખૂબ જ બરડ હતી, જેની ફોરેન્સિક સાયન્સ લેબ અધિકારીઓની ટીમ દ્વારા વિશિષ્ટ ફિલ્ડ-ટેસ્ટિંગ કીટ સાથે સામગ્રીની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જેમાં કોકેઈનની હાજરી જણાઈ આવી હતી. જે બાદ આ શખ્સ પાસેથી 3.22 કિલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. અને બ્રાઝિલના આ શખ્સની ધરપકડ કરી લેવામા આવી હતી.
પોલીસે હાથ ધરી તપાસ
ડીઆરઆઈ દ્વારા “બ્લેક કોકેઈન” ઝડપી પાડવામા આવ્યું છે. આ “બ્લેક કોકેઈન” એ એક ડિઝાઇનર ડ્રગ છે જેમાં કોકેઇનને ચારકોલ અને અન્ય રસાયણો સાથે મિશ્રિત કરવામાં આવે છે. આ શખ્સની ધરપકડ બાદ તે કોકેઈન અમદાવાદમાં કોને આપવાનો હતો અને તે ક્યાં પહોંચાડવાનું હતું તેની વિસ્તૃત તપાસ હાથ ધરવામા આવી છે.
આ પણ વાંચો : અમૂલ ગર્લ બનાવી બ્રાન્ડને નવી ઓળખ આપનાર સિલ્વેસ્ટર દકુન્હાનું નિધન