ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટી

Coca Cola ભારતમાં લાવી રહી છે યુનિક ડિઝાઇનનો ફોનઃ તમે ખરીદશો?

Text To Speech

અમેરિકી બેવરેજ કંપની કોકા કોલા ખુબ જ જલ્દી સ્માર્ટફોન બજારમાં એન્ટ્રી કરશે. તાજેતરમાં કોકા-કોલાના સ્માર્ટફોનની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં ફોન આકર્ષક લાગી રહ્યો છે. કોકા કોલા ખુબ જ જલ્દી ભારતીય બજારમાં શરૂઆત કરવા જઇ રહ્યુ છે. કોકા કોલા પોતાના અપકમિંગ સ્માર્ટફોન માટે સ્માર્ટફોન બ્રાન્ડની સાથે ભાગીદારી કરી રહી છે.

Coca Cola ભારતમાં લાવી રહી છે યુનિક ડિઝાઇનનો ફોનઃ તમે ખરીદશો? Hum dekhenge news

ભારતમાં આ ત્રિમાસિકમાં લોન્ચ થશે ફોન

ફોનની ડિટેલ્સની સાથે સાથે તેની ડિઝાઇન પણ શેર કરવામાં આવી છે. આ ફોન રેડ કલર વેરિઅન્ટમાં હશે અને કોકા-કોલા બ્રાંડિંગ મોટા ફોન્ટમાં હશે. આ ફોન આ ત્રિમાસિકમાં જ માર્કેટમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે.

Coca Cola ભારતમાં લાવી રહી છે યુનિક ડિઝાઇનનો ફોનઃ તમે ખરીદશો? Hum dekhenge news

શું હશે વિશેષતાઓ

આ ફોનમાં એક ડ્યુઅલ-રિયર કેમેરા સેટઅપ અને એક એલઇડી ફ્લેશ હશે. કેમેરા લેન્સ સ્માર્ટફોનની ઉપરની બાજુ હશે, જે રીતે રીઅલમી 10, રીઅલમી સી-33 અને ઓપ્પો એ-78માં જોવા મળે છે. આ એક મિડ રેન્જ ફોન હશે.

આ પણ વાંચોઃ PM મોદીએ NCC-NSS કેડેટ્સને આપ્યો સફળતાનો મંત્ર

Back to top button