દુનિયામાં કોકા કોલા, જ્યારે ભારતમાં પેપ્સિકો ફેલાવી રહ્યું છે સૌથી વધુ પ્રદુષણ
દુનિયાભરમાં પ્લાસ્ટિકનો કચરો ફેલાવનારી કંપનીઓની એક યાદી થઈ છે, જેમાં કોકા-કોલા કંપની COP27 શિખર સંમેલનના આયોજકોમાંથી એક છે. કંપની સૌથી વધુ પ્લાસ્ટિક પ્રદુષણ ફેલાવી રહી છે. ‘બ્રેક ફ્રી ફ્રોમ પ્લાસ્ટિક’ વૈશ્વિક બ્રાન્ડ ઓડિટ રિપોર્ટ અનુસાર પાંચ વર્ષથી ચાલી રહેલા સૌથી ખરાબ પ્લાસ્ટિક પ્રદુષકમાં કોકા કોલાનું નામ મોખરે છે. આ લિસ્ટમાં ટોપ ત્રણમાં કોકા કોલા સિવાય પેપ્સિકો અને નેસ્લે પણ સામેલ છે. દુનિયાની નહીં જો ભારતની વાત કરીએ તો ભારતમાં પેપ્સિકોએ આ વખતે સૌથી વધુ પ્લાસ્ટિક પ્રદુષણ ફેલાવ્યુ છે.
આ પણ વાંચો : દુનિયા માટે આજનો દિવસ યાદગાર તેમજ ચિંતાજનક રહેશે, જાણો કેમ ?
આ વર્ષે ભારતમાં સૌથી વધુ પ્રદુષણ એ પેપ્સિકોની દેણ
ભારતમાં આ વર્ષે સૌથી વધુ પ્રદુષણ પેપ્સિકોએ ફેલાવ્યું છે. આ સિવાય ભારતમાં પેપ્સિકો ઉપરાંત વાય વાય નુડલ્સ નિર્માતા સીજી ફુડ્સ ઇંડિયા પ્રાઇવેટ લિમિડેટ અને મેન્ટોસ, એલ્પેનલીબે અને ચુપા ચુપ્સ લોલીપોપની પાછળની ખાદ્ય કંપની પરફેટી વેન મેલ પણ પ્લાસ્ટિક ફેલાવવામાં સૌથી આગળ છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષોમાં દુધ ઉત્પાદકો દ્વારા ખરાબ પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયો છે. જેમાં કર્ણાટક મિલ્ક ફેડરેશને 2021ની યાદીમાં ટોચનુ સ્થાન મેળવ્યુ છે. જ્યારે તામિલનાડુ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન લિમિટેડે 2020માં મુખ્ય સ્થાન મેળવ્યુ છે.