ટોપ ન્યૂઝનેશનલ

કોલસા ક્રાઇસીસ/ રેલ્વેની 650 થી વધુ પેસેન્જર ટ્રેનો રદ કરવાની યોજના

Text To Speech

રેલ્વેમાં મુસાફરી કરતા તમામ લોકોનાં માટે આગામી સમય કદાચ કપરા ચડાણ જેવો હોઇ શકે છે અને તેનું કારણ બીજુ કશું નહીં પણ કોલસો છે. હવે આપને એવુ લાગે કે કોલસો અને રેલ્વેની મુસાફરીને શું સબંધ છે. હાલ દેશમાં મોટા ભાગની ગાડીઓ તો ઇલેક્ટ્રીક પર ચાલી રહી છે. પરંતુ આવું થવાનાં પુરેપુરા એંધાણ જોવામાં આવી રહ્યા છે અને તેનુ કારણ એ છે કે હાલ રેલ્વે તંત્ર દેશમાં અનેક પેસેન્જર ટ્રેનને રદ્ કરવાનું વિચારી રહ્યું છે.

કોલસો અને વીજ સંકટમાંથી ઉગરવા માટે ભારતીય રેલ્વેએ 650 થી વધુ પેસેન્જર ટ્રેનો રદ કરવાની યોજના બનાવી છે. જેથી કોલસાની ગાડીઓની ઝડપી હિલચાલને મંજૂરી મળી શકે. રાષ્ટ્ર સંપૂર્ણ વિકસિત વીજ કટોકટીથી બચવા માટે પાવર પ્લાન્ટ્સ પર ઘટતી જતી ઇન્વેન્ટરીઝને ફરીથી ભરવા માટે ઝઝૂમી રહ્યું છે.

રેલ્વેના સૂત્રોએ જણાવ્યા અનુસાર કોલસાના રેકની હિલચાલને પ્રાથમિકતા આપવા માટે 500 મેલ અને એક્સપ્રેસ ટ્રેન અને 148 કોમ્યુટર ટ્રેન ટ્રિપ્સ સહિત 657 પેસેન્જર ટ્રેનો રદ કરવાની છે. રેલવેએ આગામી બે મહિનામાં કોલસાના રેકના પેસેજમાં વધારો કરવાની પણ યોજના બનાવી છે

Back to top button