ટ્રેન્ડિંગનેશનલફન કોર્નરવિશેષવીડિયો સ્ટોરી

દિલ્હી મેટ્રોમાં હોળી રમતી છોકરીઓનો ડીપફેક વીડિયો? DMRC એ આવું કેમ કહ્યું?

દિલ્હી, 24 માર્ચ : દિલ્હી મેટ્રોનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે યુવતીઓ અશ્લીલતા સાથે હોળી રમતી જોવા મળી છે.આ વીડિયોમાં બે છોકરીઓ સાડી અને સફેદ સલવાર-કમીઝ પહેરેલી જોવા મળે છે. તે દિલ્હી મેટ્રોની અંદર હોળી રમી રહી છે. આ દરમિયાન તેઓ એકબીજા પર અશ્લીલ રીતે રંગો લગાવે છે. સાથે જ, ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામલીલા’નું ગીત ‘અંગ લગા દે રે…’ રીલના બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ DMRC (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન) પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત, સોશિયલ મીડિયા યુઝર્સેઓએ બંને યુવતીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. હવે આ મુદ્દે DMRC દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. તેણે શનિવારે વાયરલ થયેલા વીડિયોની સત્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. DMRCએ નિયમોના કથિત ઉલ્લંઘન માટે આ વીડિયોનું વિશ્લેષણ કર્યું છે.

એક રિપોર્ટ અનુસાર, DMRCએ એક નિવેદનમાં કહ્યું, પ્રથમ દૃષ્ટિએ મેટ્રોની અંદર શૂટ કરાયેલા આ વીડિયોની સત્યતા પણ શંકાસ્પદ લાગે છે કારણ કે તેને બનાવવા માટે ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.

વીડિયોની નિંદા કરતા, DMRCએ મુસાફરોને પણ વિનંતી કરી છે કે તેઓ આવા વીડિયો ન બનાવે જેનાથી અન્ય મુસાફરોને અસુવિધા થાય. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિવિધ અભિયાનો અને જાગરૂકતા અભિયાનો દ્વારા, અમે મુસાફરોમાં જાગૃતિ વધારવાનો પ્રયાસ કર્યો છે અને તેમને વિનંતી કરી છે કે તેઓ રીલ ન બનાવે અથવા એવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ ન થાય કે જેનાથી અન્ય મુસાફરોને અસુવિધા થાય. અમે અન્ય મુસાફરોને પણ વિનંતી કરીએ છીએ કે જો તેઓ આવું કંઈ જુએ અને આ પ્રકારનું શૂટિંગ થઈ રહ્યું હોય તો તરત જ અમને જાણ કરે.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, DMRC તેના પરિસરમાં આવી રીલ્સ બનાવવાના પક્ષમાં બિલકુલ નથી. વીડિયોમાં અન્ય મુસાફરો પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈને એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે, ‘અમને આના વિરુદ્ધ તાત્કાલિક કાયદાની જરૂર છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘હું આ વીડિયો જોઈને શરમ અનુભવું છું! બેકગ્રાઉન્ડમાં બેઠેલા લોકોની કલ્પના કરો.

આ પણ વાંચો : ભારત શા માટે UN સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મેળવી શકતુ નથી?

Back to top button