ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોચિંગ એક ધંધો, અખબારોમાં જાહેરાતો જૂઓ: વિદ્યાર્થીઓના મૃત્યુ પર ઉપરાષ્ટ્રપતિ ધનખર

Text To Speech
  • દિલ્હીમાં IAS કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુના મુદ્દો સંસદમાં ગુંજ્યો 

નવી દિલ્હી, 29 જુલાઇ: દિલ્હીમાં IAS કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુના મુદ્દોનો આજે સોમવારે સંસદમાં પડઘો પડ્યો. જ્યારે રાજ્યસભામાં આ અંગે ચર્ચા થઈ તો અધ્યક્ષ જગદીપ ધનખરે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, કોચિંગ આજે એક પ્રકારનો ધંધો બની ગયો છે. જ્યારે આપણે મોટાભાગે અખબારો વાંચીએ છીએ, ત્યારે આપણને પ્રથમ એક કે બે પાનામાં તો તેમની જાહેરાતો જ જોવા મળે છે.” ઉલ્લેખનીય છે કે, શનિવારે ભોંયરામાં પાણી ભરાવાને કારણે કોચિંગના ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. આ સિવાય ગયા અઠવાડિયે જ વરસાદ બાદ વીજ શોક લાગવાથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.

 

લેફ્ટનન્ટ ગવર્નરે ઘટનાસ્થળની કરી હતી મુલાકાત 

ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના ઓલ્ડ રાજેન્દર નગર સ્થિત IAS કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પહોંચ્યા હતા, જ્યાં 27 જુલાઈના રોજ 3 UPSC ઉમેદવારોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમને મળ્યા અને તેમની ચિંતા વ્યક્ત કરી. દિલ્હી ભાજપના નેતાઓ અને મહિલા કાર્યકરોએ દિલ્હીમાં AAP કાર્યાલય પાસે બંગડીઓ અને વાસણો બતાવીને AAP સરકાર સામે વિરોધ કર્યો. ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં બનેલી ઘટનાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો.

LGએ કડક કાર્યવાહીની ખાતરી આપી હતી

દિલ્હીના એલજી વીકે સક્સેનાએ જૂના રાજેન્દ્ર નગરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને તેમને આ મામલે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું. AAP નેતાઓ અને કાર્યકરોએ LG સચિવાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. AAP નેતાઓએ આ દુર્ઘટના અંગે MCD કમિશનર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ પણ જૂઓ: બાબા રામદેવને હાઇકોર્ટનો નવો ઝટકો, દવા પર કરેલો દાવો પરત ખેંચવો પડશે

Back to top button