ટ્રેન્ડિંગનેશનલ

કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા, બાળકોના જીવ સાથે રમી રહ્યા છે: SCની સખત ટિપ્પણી

  • સુપ્રીમ કોર્ટે કોચિંગ સેન્ટરમાં થયેલા મૃત્યુ અંગે સુઓમોટો સંજ્ઞાન લેતા કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી

નવી દિલ્હી, 5 ઓગસ્ટ: દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગર કોચિંગ સેન્ટરમાં થયેલા મૃત્યુ અંગે સુઓમોટો સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે આજે સોમવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોચિંગ સેન્ટરો ડેથ ચેમ્બર બની ગયા છે, જે દેશના વિવિધ ભાગોમાંથી આવતા બાળકોના જીવ સાથે રમત રમી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને એ જણાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કે, તેમણે આવી ઘટનાઓને ઘટાડવા માટે અત્યાર સુધી શું પગલાં લીધાં છે.

 

સુપ્રીમ કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું હતું કે, આ ઘટના આંખ ખોલનારી છે અને કોઈપણ સંસ્થાને ત્યાં સુધી કામ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં જ્યાં સુધી તેઓ સલામતીના ધોરણોનું પાલન ન કરે. બેંચે કહ્યું કે, “કોચિંગ સેન્ટરો ઓનલાઈન કામ કરી શકે છે, જ્યાં સુધી સુરક્ષાના ધોરણો અને સન્માનપૂર્ણ જીવન માટે મૂળભૂત ધોરણોનું સંપૂર્ણ રીતે પાલન ન થતું હોય.

તપાસ CBIને સોંપવામાં આવી 

ઉલ્લેખનીય છે કે , શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં RAU IAS સ્ટડી સર્કલમાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુની તપાસ દિલ્હી પોલીસ પાસેથી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને સોંપી દીધી હતી, જેથી જનતાને કોઈ શંકા ન રહે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓમાં ઉત્તર પ્રદેશની શ્રેયા યાદવ, તેલંગાણાની તાન્યા સોની અને કેરળની નેવિન ડેલ્વિનનો સમાવેશ થાય છે.

અગાઉ રવિવારે, પ્રદર્શનકારીઓએ દિલ્હી કોચિંગ એજ્યુકેશનલ સેન્ટર અને રેગ્યુલેશન એક્ટના ડ્રાફ્ટને તાત્કાલિક બહાર પાડવાની માંગ કરી હતી જેથી કરીને તેઓ બિલ વાંચી શકે અને તેમાં સુધારો કરી શકે. 2 ઓગસ્ટના રોજ દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું હતું કે, AAP સરકાર અને MCDએ રાજેન્દ્ર નગર ઘટનામાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા આપશે. તેમણે એમ પણ કહ્યું કે, “ત્રણ વિદ્યાર્થીઓની યાદમાં એક પુસ્તકાલય બનાવવામાં આવશે, AAP સાંસદ સંજય સિંહ દરેકને 1 કરોડ રૂપિયાનું દાન આપશે. દિલ્હી સરકાર કોચિંગ સંસ્થાઓના નિયમન માટે નિયમો બનાવશે.”

આ પણ જૂઓ: ગવર્નરોને જે ન કરવું જોઈએ તે કરે છે અને જે કરવું જોઈએ તે કરતા નથી: SC જજ

Back to top button