ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા, વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે

Text To Speech
  • ત્યારે ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી
  • ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી છે
  • મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છે અને પાટા પર ઉભા છે

સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા છે. જેમાં વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. અમદાવાદથી મુંબઈ આવી રહેલી ડબલ ડેકર એક્સપ્રેસનો કોચ પશ્ચિમ રેલવે પર સુરત પહેલા સયાન ખાતે અલગ પડી ગયો હતો. ડબ્બો અલગ થઈ ગયો હોવાથી મુસાફરો ડરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છે અને પાટા પર ઉભા છે.

આ પણ વાંચો: અમદાવાદ: 9 નિર્દોષ વ્યક્તિઓને કચડી નાખનાર તથ્ય પટેલ સામે ગ્રામ્ય કોર્ટમાં ટ્રાયલ શરૂ

ત્યારે ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી

ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા છે. જેમાં બ્બા છૂટા પડતા મુસાફરો અટવાયા છે. ત્યારે ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથધરી હતી. તેમજ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી છે

અમદાવાદ ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. ટ્રેન પાટા પરથી નીચે પણ ઉતરી ગઈ નથી. સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તેને લઈ ટીમ હાલ નિરીક્ષણ કરી રહી છે સાથે સાથે હાલ આ ટ્રેનને રોકવામાં આવી રહી છે. ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલ વ્યવહારને અસર પડી રહી છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે. ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવી માહિતી રેલવે વિભાગ તરફથી આપવામાં આવી રહી છે.

Back to top button