ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં CNG પંપ સંચાલકોની હડતાળ મોકૂફ, આવતીકાલે CNGના પંપ રહેશે ચાલુ

Text To Speech

ગુજરાતમાં CNG પંપ ચાલકોની હડતાળને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પંપ ચાલકો દ્વારા હડતાળનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સીએનજી પંપ પર અગાઉ હડતાળ મૂકવાની જાહેરાત કરી હતી. કમિશન વધારવાની માંગ સાથે આ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી જોકે, હવે શુક્રવારથી હડતાળ કરવાનો નિર્ણય મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તો બીજી તરફ સીએનજી સંચાલકોએ એ પણ ચેતવણી આપી છે કે ચોક્કસ સમયમાં નિર્ણય નહીં લેવાય તો ફરી એકવાર હડતાળની જાહેરાત કરવામાં આવી શકે છે. સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો જોકે, તેના કમિશનમાં વધારો કરવાની માંગ અને રજૂઆતો બાદ નિર્ણયના લેવાતા રાજ્યના સીએનજી સંચાલકો દ્વારા હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જોકે, હવે તે નિર્ણયને પડતો મૂકવામાં આવ્યો છે. એટલે કે રાજ્યના તમામ સીએનજી પંપ ચાલુ જ રહેશે.
અદાણી CNG ભાવ વધારો-humdekhengenews

સીએનજી વેચાણનું માર્જિન છેલ્લા 55 મહિનાથી વધ્યું નથી. ડિલર્સ દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, આ રજૂઆત ધ્યાને ના લેવાતા હડતાળ પર ઉતરવાનો સંચાલકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે જે માર્જિનનો પ્રશ્ન છે તેના નિરાકરણ માટે વચ્ચેનો રસ્તો કાઢીને તેના માટે સમય માગવામાં આવ્યો છે. આ પછી ડિલર્સ દ્વારા હડતાળનો નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. ડિલર્સ દ્વારા સમયમર્યાદા આપવામાં આવી છે અને તે સમયમર્યાની અંદર તેમના પક્ષમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના ઝેરડામાં જમીનના વ્યવસાય સાથે સંકળાયેલ આધેડની હત્યા

Back to top button