ગુજરાતટોપ ન્યૂઝ

સુરતમાં CNG પંપ ચાલકો હડતાળ પર જશે, કમિશન વધારવાની માગણી સાથે આંદોલન શરૂ

Text To Speech

સુરતમાં CNG પંપ ચાલકો હડતાળ પર જવાના છે. જેમાં CNG પંપના સંચાલકો દ્વારા જાહેરાત કરાઇ છે. તેમજ 3 માર્ચથી CNG પંપ ચાલકોની હડતાળ છે. તેમાં અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. જેમાં કમિશન વધારવાની માગણી સાથે આંદોલન શરૂ કરવામાં આવશે. તેમાં સુરતમાં 50 CNG ગેસ પંપ બંધ રહેશે.

આ પણ વાંચો: સુરતમાં રખડતા કૂતરાઓના આતંક, પાંચ વર્ષની બાળકીનો ભોગ લીધો 

એક લાખથી વધારે સીએનજી કારને અસર થશે

CNG પંપ હડતાળના મામલે CNG પંપના સંચાલકો દ્વારા જાહેરાત કરાઈ છે. જેમાં ત્રીજી તારીખથી CNG પંપ ચાલકોની હડતાળ છે. તેમજ સુરત શહેરમાં 1.50 લાખથી વધારે સીએનજી રીક્ષા છે. તથા એક લાખથી વધારે સીએનજી કાર છે. જેમાં અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેરાત કરતા સીએનજી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાશે. જેમાં હાલમાં સીએનજી પંપ પર વાહન ચાલકોની કતાર લાગી ગઇ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વાયરલ અટેક: 10 દિવસમાં આ બિમારીના કેસમાં થયો વધારો

અગાઉની હડતાળ 24 કલાકની જ હતી

અગાઉ પણ સુરતમાં CNG પંપ ધારકોએ પ્રતિક હડતાળ કરી હતી. વાત જાણે એમ છે કે, CNG પંપ ધારકોનું કમિશન ન વધતા તેઓએ પ્રતિક હડતાળનું હથિયાર ઉગામ્યુ હતુ. મહત્વનું છે કે, આ હડતાળ 24 કલાકની જ હતી. માહિતી મુજબ આ હળતાળમાં સુરતના 160 CNG પંપ હડતાળમાં જોડાયા હતા.

Back to top button