રાજ્યસભાનું 261મું સત્ર 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવશે
કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જે 18 થી 22 સપ્ટેમ્બર સુધી ચાલશે. કહેવામાં આવી રહ્યું છે કે આ સત્રમાં પાંચ બેઠકો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદના આ વિશેષ સત્રમાં મોદી સરકાર ‘એક દેશ-એક ચૂંટણી’ પર બિલ લાવી શકે છે.
વધુ વાંચો : વિશેષ સત્ર પહેલા લોકસભા અને રાજ્યસભાના સાંસદોને મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી
CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી કરાઈ હોવાનું સામે આવ્યું છે.મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ પરિમલ શાહની આખરે હકાલપટ્ટી કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. પત્રિકા કાંડમાં નામ બહાર આવનારા જીમિત શાહ અને તેના પિતા મુકેશ શાહના નામ બહાર આવ્યા બાદ તપાસનો રેલો પૂરો થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું હતું.
વધુ વાંચો : CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી, PMOમાંથી અપાયા આદેશ
જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં મૃતકોને સહાય
ગત બે દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગ ખાતે માર્શલ ટાઉન વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં ભયાનક આગ લાગી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. સાથે જ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ આપી છે.
વધુ વાંચો : જોહનિસબર્ગ ખાતે આગની ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય
આદિત્ય-L1એ પ્રથમ વખત પૃથ્વીની સફળતાપૂર્વક પરિક્રમા કરી
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ આજે રવિવારે (03 સપ્ટેમ્બર 2023) જણાવ્યું છે કે દેશનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 સ્વસ્થ અને કાર્યરત છે. ISRO એ ટ્વીટ કર્યું છે કે આદિત્ય-L1એ પ્રથમ વખત પૃથ્વીની સફળતા પૂર્વક પરિક્રમા કરી છે.
વધુ વાંચો : આદિત્ય-L1 એ પ્રથમ વખત પૃથ્વીની સફળતાપૂર્વક પરિક્રમા કરી, ઈસરોએ આપી માહિતી
સાળંગપુરમાં રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક
સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. વિવાદ વકરતા આજે સાધુ-સંતોએ રેલી કાઢ્યા બાદ રેલીના મહંતો અને કોઠારી સ્વામી વચ્ચે બેઠક યોજાઇ હતી. સાળંગપુરમાં અડધો કલાકથી ચાલી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ભીંતચિત્રો દૂર કરવાની સાધુ સંતોની માંગ હતી. જેને લઈ 2 દિવસનો સમય માંગવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
વધુ વાંચો : સાળંગપુર મંદિર વિવાદને લઈ કોઠારી સ્વામીએ આપી મોટી બાહેંધરી, જાણો ભીંતચિંત્ર હટાવવાને લઈ શું કહ્યું
ભારતની દિકરી બની વિશ્વની સૌથી નાની વયની મહિલા CA
ભારતની દિકરી વિશ્વની સૌથી નાની વયની મહિલા CA બની છે. મધ્યપ્રદેશના મુરૈનાની દિકરી નંદિની અગ્રવાલે ભારતનું નામ રોશન કર્યું છે. તેને ગિનીસ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી યુવા મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સ્વીકારવામાં આવી છે. અને જ્યારે તે સીએ ફાઇનલમાં હતી ત્યારે તે દેશમાં ટોપ પર હતી.
વધુ વાંચો : વિશ્વની સૌથી નાની વયની મહિલા CA બની ભારતની દિકરી, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ
ISROના Aditya-L1 મિશનની કમાન મહિલા વૈજ્ઞાનિકના હાથમાં
ચંદ્રયાન મિશનની સફળતા પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ હવે સૂર્ય તરફ પણ તેનું મિશન મોકલ્યું છે. ખૂબ જ ટૂંકા ગાળામાં પણ ભારતે તેના અવકાશ વિજ્ઞાનના બે મહાન ઉદાહરણ વિશ્વ સમક્ષ રજૂ કર્યા.
વધુ વાંચો : ISROના Aditya-L1 મિશનની કમાન મહિલા વૈજ્ઞાનિકના હાથમાં, આખી દુનિયામાં જેની ચર્ચા છે તે નિગાર શાજી કોણ છે?