વર્લ્ડ

સૂૂનકની હાર પાછળ આ કારણો જવાબદાર

Text To Speech

કન્ઝરવેટીવ પાર્ટીના ઉમેદવાર લિઝ ટ્રસ આખરે બ્રિટનના નવા વડાપ્રધાન બની ગયા છે. જેઓએ તેમના હરીફ ઉમેદવાર ભારતીય મૂળના ઋષિ સૂનકને 20 હજાર 927 વોટથી માત આપી છે. ઋષિ સૂનક બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં શરૂઆતથી જ આગળ હતા, તો પછી એવુ તો શુ થયુ કે આ રેસમાં તેઓ પાછળ રહી ગયા અને ટ્રસ બાજી મારી ગયા.

બ્રિટીશ મીડિયા તરફથી મળતી માહિતી મુજબ સૂનકની હાર પાછળ કેટલાક કારણો જવાબદાર છે

  • જેમાં પેહલું કારણ તો તેમની પત્ની અક્ષતાની પાસે બ્રિટનની નાગરીકતા નથી
  • બીજું કારણ કન્ઝર્વેટીવ પાર્ટીના મોટા ભાગના બ્રિટીશ મેમ્બર પોતાના જ દેશના નાગરિકને વડાપ્રધાન બનાવવા માંગતા હતા
  • અને ત્રીજુ઼ં કારણ એ માનવામાં આવે છે કે સૂનકે યુએસના ગ્રીન કાર્ડને લઇને સત્ય છાનુ રાખ્યુ હતુ.

હાલમાં જ એક વીડીયો વાઇરલ થયો હતો જેમાં સૂનકે શહેરી વિસ્તારના લોકોને કેમ્પેઇન માટે આર્થીક મદદ કરી હતી આથી કહેવામાં આવ્યુ હતુ કે સૂનકના પત્નિ બ્રિટીશના રાણી એલિઝાબેથ કરતા પણ અમિર છે. તેમજ કોરોના કાળમાં સૂનકે બ્રિટીશ ઇકોનોમીને ઉગારી લીધી હતી. જે બાદથી બ્રિટનમાં તેમની બોલબાલા થવા લાગી હતી. કેટલાક લોકો તો તેમને બ્રિટનના ભવિષ્યના વડાપ્રધાન તરીકે જોવા લાગ્યા હતા. પણ તે બાદ કેટલાક કારણોના લીધે સૂનકની લોકપ્રિયતા ઘટી ગઇ.

જેમાં મુખ્ય કારણ સૂનક 730 લાખ પાઉન્ડની એસેટ્સ ધરાવે છે, અને બ્રિટીશના સૌથી અમીર સાંસદ છે. આ સાથે જ સૂનક અમેરિકાથી બ્રિટન આવ્યા ત્યારે તેમને તેમનુ ગ્રીન કાર્ડ સરેન્ડર કરવુ પડ્યુ હતુ. તેમજ તેમની પત્ની પાસે બ્રિટનનુ ગ્રીન કાર્ડ નથી જેવા અનેક સત્ય છુપાવતા સૂનકની લોક પ્રિયતા ઘટી ગઇ હતી.

Back to top button