યુપીમાં વોટિંગ વચ્ચે આ દિગ્ગજ નેતાઓએ કર્યું ટ્વિટ, જાણો શું કહ્યું?
ઉત્તર પ્રદેશમાં મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. જેને લઈ સીએમ યોગી આદિત્યનાથ સહિત શિવપાલ યાદવ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વિટ કરીને લોકોને વોટ કરવાની અપીલ કરી છે.
સીએમ યોગીએ ટ્વીટ કર્યું
સીએમ યોગીએ ટ્વીટ કરીને લખ્યું કે ભાઈઓ અને બહેનો, મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓ સુરક્ષા, વિકાસ અને સુશાસન માટે મત આપો. તેમણે આગળ લખ્યું કે દરેક મત અમૂલ્ય છે. પ્રથમ મતદાન – પછી નાસ્તો.
मैनपुरी लोकसभा, रामपुर व खतौली विधानसभा क्षेत्र के मतदाता भाइयो-बहनो!
सुरक्षा, विकास व सुशासन के लिए आज मतदान अवश्य करें।
हर वोट अमूल्य है।
पहले मतदान-फिर जलपान!
— Yogi Adityanath (@myogiadityanath) December 5, 2022
સાથે જ પ્રસપા નેતા શિવપાલ યાદવે પણ લોકોને મૈનપુરી સીટ માટે વોટ કરવાની અપીલ કરી છે. નેતા શિવપાલ યાદવે ટ્વિટ કરીને લખ્યું કે હું મૈનપુરી લોકસભાના તમામ મતદારોને મૈનપુરી લોકસભા પેટાચૂંટણી-2022માં ભાગ લેવાની અપીલ કરું છું.
કેશવ પ્રસાદ મૌર્યએ મતદાનની અપીલ કરી
બીજી તરફ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ ટ્વીટ કર્યું કે આજે ઉત્તર પ્રદેશ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી 2022નું મતદાન થઈ રહ્યું છે. હું મૈનપુરી લોકસભા, ખતૌલી અને રામપુર વિધાનસભા ક્ષેત્રના તમામ મતદારોને અપીલ કરું છું કે તમારા વિસ્તારના વિકાસ અને સમૃદ્ધિ માટે તમારે વધુમાં વધુ મતદાન મથકો પર પહોંચીને મતદાન કરવું જોઈએ.
आज, उ0 प्र0 लोकसभा व विधानसभा उपचुनाव 2022 के मतदान हो रहे हैं।
मैं मैनपुरी लोकसभा, खतौली एवं रामपुर विधानसभा क्षेत्रों के समस्त मतदाताओं से अपील करता हूँ कि आप अपने क्षेत्र के विकास व समृद्धि के लिए अधिक से अधिक संख्या में मतदान केंद्र पहुंचकर मतदान अवश्य करें।#UPBypolls_2022 pic.twitter.com/w4V1TAhhAX— Keshav Prasad Maurya (@kpmaurya1) December 5, 2022
શિવપાલ યાદવે ટ્વીટ કર્યું
પ્રસપાના નેતા શિવપાલ યાદવે ટ્વીટમાં લખ્યું કે હું મૈનપુરી લોકસભાના તમામ મતદારોને મૈનપુરી લોકસભા પેટાચૂંટણી-2022માં સક્રિયપણે ભાગ લેવાની અપીલ કરું છું. તમારો દરેક મત લોકશાહીની શક્તિ છે. આ સાથે તેમણે કહ્યું કે મૈનપુરીની પ્રગતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે આજે જ તમારો મત આપવા જાવ.
मैं आप सभी मैनपुरी लोकसभा के मतदाताओं से मैनपुरी लोकसभा उपचुनाव -2022 में बढ़चढ़ कर हिस्सा लेने की अपील करता हूं। आपका हर एक मत, लोकतंत्र की ताकत है।
तरक्की, खुशहाली व मैनपुरी के सर्वांगीण विकास के लिए आज अपना वोट डालने जरूर जाएं।— Shivpal Singh Yadav (@shivpalsinghyad) December 5, 2022