ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભની મહાભીડને કાબૂમાં કરશે યોગી સરકાર: મેળા વિસ્તારમાં ગાડીઓની એન્ટ્રી પર રોક, અફવાઓ ફેલવનારાઓનું આવી બનશે

Text To Speech

પ્રયાગરાજ, 11 ફેબ્રુઆરી 2025: પ્રયાગરાજ મહાકુંભમાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવાર રાતે પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સીએમ યોગીએ માઘી પૂર્ણિમાના અવસર પર થનારા અમૃત સન્ના માટે કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મહાકુભનું પાંચમં માઘી પૂર્ણિમાનું સ્નાન 12 ફેબ્રુઆરીએ યોજાશે. ત્યારે આવા સમયે સીએમે ટ્રાફિક અને ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન લાગૂ કરવા નિર્દેશ આપ્યા છે.

સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે, સોમવાર મોડી રાતે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા થયેલી બેઠક દરમ્યાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી. શાસન સ્તરના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં પ્રયાગરાજ, કૌશાંબી, કાનપુર, સુલ્તાનપુર, અમેઠી, વારાણસી, અયોધ્યા, મીરઝાપુર, જૌનપુર, ચિત્રકૂટ, બાંદા, પ્રતાપગઢ, ભદોહી, રાયબરેલી, ગોરખપુર, મહોબા અને લખનઉ વગેરે તાલુકા અને રેન્જમાં તૈનાત સિનિયર પોલીસ અધિકારીઓએ તથા જિલ્લા પ્રશાસનના અધિકારીઓના કાર્યક્રમના વ્યવસ્થિત સંચાલનની ખાતરી કરવા માટે કેટલાય દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

સીએમે કહ્યું છે કે છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન પ્રયાગરાજમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. સાર્વજનિક પરિવહન સાથે સાથે મોટી સંખ્યામાં ખાનગી વાહનો પણ આવી રહ્યા છે અને સ્નાન પર્વ પર આ સંખ્યા હજુ વધવાની આશંકા છે. તેને જોતા એક સારી રીતે ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ મેનેજમેન્ટ લાગૂ કરવું જોઈએ.

તેમણે અધિકારીઓને ભ્રામક અને ખોટી સૂચના ફેલાવનારા પર કાર્યવાહી કરવાના ઓર્ડર આપ્યા છે. બેઠકમાં અધિકારીઓને કહેવાયું છે કે, કોઈ પણ ભ્રમ અથવા ગભરાહટને રોકવા માટે જનતાને તરત સાચી જાણકારી આપવામાં આવે.

મહિલાઓ અને બાળકોનો સહયોગ કરો

મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું છે કે, 5 લાખથી વધારે વાહનોની હાજરી પાર્કિંગ ક્ષમતાનો પુરો ઉપયોગ થવો જોઈએ અને એ વાત પર ભાર આપ્યો કે નિયમોનું ઉલ્લંઘન કરી કોઈ પણ વાહન મેળા પરિસર વિસ્તારમાં એન્ટ્રી કરવા જોઈએ નહીં. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને મદદ કરો. જરુરિયાત અનુસાર શટલ બસોનો ઉપયોગ કરો. તેમની સંખ્યા વધારો, લોકોને પાર્કિંગની વ્યવસ્થાનું અનુપાલન કરવા પ્રેરણા આપો. શ્રદ્ધાળુઓ સાથે સહયોગ કરો.

આ પણ વાંચો: હરિયાણા અને રાજસ્થાનના બે નેતાઓને ભાજપે આપી શો-કોઝ નોટિસ, જાણો કારણ

Back to top button