સીએમ યોગીએ પાઠવી ઈદની શુભેચ્છા, યાદ અપાવ્યો આ સંકલ્પ, આપ્યો સમાધાનનો આવો સંદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈદના અવસર પર રાજ્યના લોકોને અભિનંદન અને શુભકામનાઓનો સંદેશ આપ્યો છે. તેમણે લોકોને તેમના સંકલ્પની યાદ પણ અપાવી હતી.
CM યોગીએ પાઠવી ઈદની શુભેચ્છા
ઉત્તર પ્રદેશમાં શનિવારે ઈદનો તહેવાર પરંપરાગત ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે અને લોકો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાજ્યના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ શનિવારે તેમના ટ્વીટમાં કહ્યું, “ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ખુશી અને સમાધાનનો સંદેશ લઈને આવે છે. આ તહેવાર શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપે છે. દરેક વ્યક્તિએ ઈદના અવસર પર સૌહાર્દ અને સામાજિક સમરસતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ.
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી ઈદની ઉજવણીની અપીલ
યુ.પી.ના CM યોગીએ લોકોને કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ તકેદારી રાખીને ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવા અપીલ કરી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ સહિત સમગ્ર રાજ્યમાં શનિવારે સવારથી જ ઈદનો તહેવાર ઉત્સાહભેર મનાવવામાં આવી રહ્યો છે. આ પહેલા શુક્રવારે મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલી, મરકઝી ચાંદ કમિટીના સદર (ચેરમેન) ફરંગી મહેલ અને ઇદગાહ લખનૌના ઇમામ કાઝી-એ-શેહરએ જાહેરાત કરી હતી કે શવ્વાલનો ચાંદ 21 એપ્રિલે દેખાયો છે, તેથી ઇદ-ઉલ-ફિત્ર. 22 એપ્રિલ શનિવારના રોજ ઉજવવામાં આવશે તેવું કહ્યું હતું. આને ધ્યાનમાં લઈને આજે ઉજવણી કરવામાં આવી રહી છે.
સંવેદનશીલ વિસ્તારોમા સુરક્ષા જવાનો તૈનાત કરાયા
રમઝાન મહિનાના છેલ્લા શુક્રવારે મુસ્લિમ સમુદાય દ્વારા ઉત્તર પ્રદેશની મસ્જિદોમાં ઝુમા અલવિદાની નમાજ અદા કરવામાં આવી હતી. આ માટે રાજ્યમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે કહ્યું હતું કે ઇદ-ઉલ-ફિત્રની નમાઝને ધ્યાનમાં રાખીને, રાજ્યના તમામ જિલ્લાઓમાં 2,933 સંવેદનશીલ સ્થળોની ઓળખ કરવામાં આવી છે. ત્યાં ઈદના તહેવાર દરમ્યાન સુરક્ષાને ધ્યાને લઈને સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સે ઈદની કરી ખાસ રીતે ઉજવણી, વાંચો અહેવાલ