ટોપ ન્યૂઝનેશનલ

CM યોગીએ માતાના લીધા આશીર્વાદ, ગુરુને આપી દક્ષિણા; સંન્યાસ લીધાને 28 વર્ષ બાદ પોતાના ઘરમાં રાત વિતાવી

Text To Speech

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારથી ત્રણ દિવસ માટે ઉત્તરાખંડની મુલાકાતે છે. પહેલા દિવસે તેમને પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર સ્થિત ગુરુ ગોરખનાથ મહાવિદ્યાલયમાં પોતાના ગુરુ મહંત અવૈધનાથની મૂર્તિનું અનાવરણ કર્યું. આ પ્રસંગે CM યોગીએ એક જનસભા સંબેધી હતી અને પોતાના સ્કૂલના અધ્યાપકોને સન્માનિત કર્યા હતા.

CM યોગીએ કહ્યું હતું કે તેઓ પૌડીના પંચુર ગામમાં જન્મ્યાં અને યમકેશ્વર નજીક ચમોટખાલ સ્થિત એક સ્કૂલમાં તેમને ધોરણ 1થી 9 સુધીનો અભ્યાસ કર્યો. તેમને કહ્યું હતું કે આજે તેમને પોતાની સ્કૂલના તે શિક્ષકોની પણ યાદ આવે છે જેઓ હવે દુનિયા છોડી ચુક્યા છે.

પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર સ્થિત ગુરુ ગોરખનાથ મહાવિદ્યાલયમાં પોતાના ગુરુ મહંત અવૈધનાથની મૂર્તિનું અનાવરણ કર્યું. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવત અને ત્રિવેન્દ્રસિંહ રાવત, પર્યટન મંત્રી સતપાલ મહારાજ, કેબિનેટ મંત્રી ધનસિંહ રાવત અને સ્થાનિક ધારાસભ્ય રેણુ બિષ્ટ અને ચિદાનન્દ મુનિ હાજર રહ્યાં હતા

શિક્ષકોને શાલ ઓઢાડી કર્યું સન્માન
યમકેશ્વરમાં બનાવવામાં આવેલા મંચ પર સન્માન સમારંભ દરમિયાન UPના CMએ પોતાની સ્કૂલના શિક્ષકો શાલ, મિઠાઈ અને ગુપ્ત દાન ભેટ કર્યા હતા. આ દરમિયાન તેમને વધુમાં કહ્યું હતું કે, ગુરુને યાદ કરતા યોગી ભાવુક થયા હતા. તેમને કહ્યું, “આજે મને મારા ગુરુઓનું સન્માન કરવાનું સૌભાગ્ય મળ્યું. હું 35 વર્ષ પછી મારા અધ્યાપકોને મળી રહ્યો છું. હું આજે જે કંઈ પણ છું તે મારા માતા-પિતા અને ગુરુ અવૈધનાથના કારણે જ છું.”

UPના CMએ પોતાની સ્કૂલના શિક્ષકો શાલ, મિઠાઈ અને ગુપ્ત દાન ભેટ કર્યા હતા

CM યોગીના કાર્યક્રમમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવત અને ત્રિવેન્દ્રસિંહ રાવત, પર્યટન મંત્રી સતપાલ મહારાજ, કેબિનેટ મંત્રી ધનસિંહ રાવત અને સ્થાનિક ધારાસભ્ય રેણુ બિષ્ટ અને ચિદાનન્દ મુનિ હાજર રહ્યાં હતા. સાથે જ તેમના મંચ પર 6 અધ્યાપક, જેમને સ્કૂલમાં યોગીને ભણાવ્યા હતા તેમને સ્થાન આપવામાં આવ્યું હતું.

માતાના આશીર્વાદ લીધા
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ યોગી આદિત્યનાથ 28 વર્ષ પછી પોતાના ઘરે પરત ફર્યા હતા. આ પ્રસંગે તેમના 86 વર્ષના માતા ઘણાં ખુશ જોવા મળ્યા હતા. તેમને પોતાના પુત્ર યોગી આદિત્યનાથના માથા પર હાથ રાખી આશીર્વાદ આપ્યા. CM યોગી આદિત્યનાથે પોતાના માતા સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન બંનેના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. પોતાના પૈતૃક ઘરમાં એક રાત વિતાવ્યા બાદ CM યોગી આજે પોતાના નાના ભાઈ મહેન્દ્રસિંહ બિષ્ટના ઘરે એક મુંડન કાર્યક્રમમાં સામેલ થશે. જે બાદ તેઓ હરિદ્વાર જવા રવાના થશે.

CM યોગી આદિત્યનાથે પોતાના માતા સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન બંનેના ચહેરા પર ખુશી જોવા મળતી હતી

5 વર્ષ પછી પોતાના ગામ અને 28 વર્ષ પછી પૈતૃક ઘર પહોંચ્યા
CM યોગી આદિત્યનાથે 5 વર્ષ પછી પોતાના પૈતૃક ગામ પહોંચ્યા અને સંન્યાસ લીધાના 28 વર્ષ પછી તેમને પોતાના ઘરમાં રાત વિતાવી હતી. આ પહેલાં ઉત્તરાખંડની ચૂંટણી સમયે રુતુ ખંડુરી માટે પ્રચાર દરમિયાન તેઓ પોતાના ગામમાં ગયા હતા. કોરોના કાળમાં CM યોગીના પિતાનું નિધન થઈ ગયું પરંતુ તેઓ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા ન હતા.

કોરોના કાળમાં CM યોગીના પિતાનું નિધન થઈ ગયું પરંતુ તેઓ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શક્યા ન હતા
Back to top button