ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષ

મહિલાઓની સુરક્ષાના મામલામાં યોગી આદિત્યનાથનું કડક વલણ, આપી ચેતવણી

Text To Speech

 ઉત્તરપ્રદેશ- 23 ઑગસ્ટ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહિલા સુરક્ષા મામલે કડક વલણ દાખવતા ચેતવણી આપી છે. તેમણે મુઝફ્ફરનગરમાં એક કાર્યક્રમ દરમિયાન એમ કહ્યું કે, રાજ્યની દીકરીઓની સુરક્ષા સાથે ખિલવાડ કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. તેમણે ગુનેગારોને એમ પણ ચેતવણી આપી છે કે, જો દીકરીઓની સુરક્ષા સાથે તેમણે કોઈ પણ જાતનો ખિલવાડ કર્યો તો તેમને રસ્તા પર યમરાજ ઉભેલો જોવા મળશે.

CM યોગીએ ગુનેગારોને કડક શબ્દોમાં આપી ચેતવણી
મુખ્યમંત્રીએ કહ્યું કે, જો માતા-દીકરીઓ અસુરક્ષિત હશે તો સમાજનું ભવિષ્ય પણ અંધકારમય બની જશે. અમે સત્તામાં એટલા માટે છીએ કે, દીકરીઓ સુરક્ષિત રહે અને વેપારીઓનું સન્માન જળવાય. તેમણે એમ પણ કહ્યું કે, વેપારીઓના સન્માન સાથે પણ ખિલવાડ થશે તો પણ સહન કરવામાં નહીં આવે.

પહેલા પણ ગુનેગારોને આપી હતી ચેતવણી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે (CM Yogi Adityanath) આ અગાઉ પણ ગુનેગારોને આવી ચેતવણી આપી હતી. તેમનું એવું સ્પષ્ટ કહેવું છે કે, જો મહિલાઓ અને દીકરીઓ સાથે ખોટું કામ કરવામાં આવશે તો ગુનેગારોને છોડવામાં નહીં આવે. પોલીસે તેવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી શકે છે.

આ પણ વાંચો : આ હૉન્ટેડ લોકેશન પર થયું ‘stree 2’નું શૂટિંગ, રાજકુમાર રાવે જણાવ્યો ડરામણો કિસ્સો

Back to top button