

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના કરંજ ગામે વડોદરા-મુંબઈ એકસપ્રેસવેના નિર્માણકાર્યની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ એકસપ્રેસવે ગુજરાતના વિકાસને નવી ચેતના આપશે તેવો મત તેમણે વ્યકત કર્યો હતો. સાથે જ વડોદરા-મુંબઈ એકસપ્રેસવે પ્રોજેક્ટની પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્રારા વિગતો મેળવી અને પ્રોજેકટની વીડીયો ફિલ્મ જોઈ હતી
દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણનું કાર્ય પૂરઝડપે
ભારતના સૌથી લાંબા 1350 કિ.મી. અને અંદાજે રૂા.98 હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેના નિર્માણનું કાર્ય રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. જે પૈકી ગુજરાતમાંથી 423 કિ.મી.નો એકસપ્રેસ-વે પસાર થાય છેઅન્ય રાજયોની સરખામણીએ આ મહત્તમ લંબાઈ છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે. આ એક્સ્પ્રેસ વે નિર્માણથી મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાકનો થશે. આ પ્રોજેક્ટએ કેન્દ્રના ભારતમાલા પરિયોજના હેઠળ ભારત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ છે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. એક્સપ્રેસ-વેના નિર્માણથી રોજગારીની તકો વિપુલ તકો ઉભી થશે અને દેશના આર્થિક વિકાસને નવી ઉચાઈ પર લઈ જશે