આજે મળનાર કેબિનેટની બેઠક CMએ કેમ અચાનક કરી રદ્દ ?, જાણો શું હતુ કારણ
ગતરોજને વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ પીએમ મોદીના નિવાસ્થાને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જે તેઓ કોઈ કારણોસર દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યારે આમ અચાનક દિલ્હી જવાને લઈને સીએમની આજે મળનારી બેઠક રદ્દ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. ત્યારે આજની બેઠક રદ્દ કરવામાં આવી છે. તે આવતીકાલેને ગુરુવારે કેબિનેટની બેઠક યોજાશે.
દિલ્હી પ્રવાસને લઈને કેબિનેટની બેઠક રદ્દ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત બાદ ભારતીય જનતા પાર્ટી હવે એક બાદ એક કામે લાગી ગઈ છે. ત્યારે નવા મંત્રી મંડળની રચના બાદ તેઓએ પોતપોતાનો ચાર્જ સંભાળી કામગીરી શરુ કરી દીધી છે. તેમજ પ્રોટેમ સ્પિકર તેમજ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષએ પણ પોતાનો પદ્દભાર સંભાળી લીધો છે. ત્યારે આજે કેબિનેટની બેઠક મળવા જઈ રહી હતી. પણ સીએમના દિલ્હી પ્રવાસને લઈને તેમણે આજે મળનાર કેબિનેટની બેઠક રદ્દ કરી છે જે કાલે ગુરુવારે મળી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ક્યાં ધારાસભ્યએ પોતાને મળતો પગાર અને ભથ્થા સહિતના લાભોનો કર્યો ત્યાગ ?
ગુરુવારે સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે
જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે. તથા નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે. આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક નહીં મળે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસને લઈને કબિનેટની બેઠક રદ્દ કરવામાં આવી છે. તેથી હવે આવતીકાલે એટલે કે ગુરુવારે કેબિનેટની બેઠક યોજાઈ શકે છે.