ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મહારાષ્ટ્રમાં જીત બાદ CM શિંદેની પ્રથમ પ્રતિક્રિયા બહાર આવી, કહ્યું: મતદારોનો આભાર

Text To Speech
  • મહાવિકાસ આઘાડીએ 2.5 વર્ષ માત્ર આરોપો લગાવવામાં વિતાવી દીધા: CM શિંદે

મુંબઈ, 23 નવેમ્બર: મહારાષ્ટ્રની વિધાસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા બહાર આવી છે. CM શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો છે અને કહ્યું કે, આ એક વિશાળ જીત છે. અમને તમામ વર્ગોના મત મળ્યા છે. મહાવિકાસ આઘાડીએ 2.5 વર્ષ માત્ર આરોપો લગાવવામાં વિતાવી દીધા. અમે આ આરોપોનો જવાબ નિવેદનોથી નહીં પરંતુ કામથી આપ્યો છે.

 

સીએમ એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે, મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. તેઓએ અમને એવી જીત અપાવી છે જે પહેલા ક્યારેય મળી નથી. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે ત્યારે વિકાસ થાય છે. કેન્દ્ર સરકારે હંમેશા અમારા રાજ્યને મદદ કરી છે.

CM પદની પણ વાત કરી

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું કે, જેમની પાસે વધુ સીટો હોય તેને CM પદ આપવામાં આવે તે અંગે કોઈ એવી વાત થઈ નથી. હવે અંતિમ પરિણામો આવવા દો. આ પછી ત્રણેય પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે. પીએમ મોદી છે, જેપી નડ્ડા છે, અમે બધા સાથે મળીને નિર્ણય કરીશું. એકનાથ શિંદેએ કહ્યું કે, જે રીતે મહાયુતિએ એક થઈને ચૂંટણી લડી છે, તે જ રીતે બધા સાથે બેસીને સીએમ પદનો નિર્ણય કરશે.

અમે કામ કરીને આરોપોનો જવાબ આપ્યો: CM શિંદે

CM એકનાથ શિંદેએ કહ્યું કે, જનતાએ 2.5 વર્ષથી મહાયુતિનું કામ જોયું છે અને પોતાનો મત આપીને વિજયી બનાવ્યા છે. અમને લાડલી બહેનો અને પ્રિય ભાઈઓ સહિત દરેકના મત મળ્યા છે. દરેક વ્યક્તિ સાથે મળીને આગળના નિર્ણયો લેશે. મહાવિકાસ આઘાડીએ 2.5 વર્ષ માત્ર આરોપો લગાવવામાં જ વિતાવ્યા. અમે આરોપોનો જવાબ નિવેદનોથી નહીં પરંતુ કામથી આપ્યો છે.

Back to top button