અમદાવાદગુજરાત

મુખ્યમંત્રીએ નળકાંઠા વિસ્તારમાં સિંચાઈની માહિતી મેળવી, ગોરજ કેનાલનું નિરીક્ષણ કર્યું

Text To Speech

અમદાવાદ, 20 જુલાઈ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત 377.65 કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-3ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી.મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

35000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે
મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં 14 ગામ, વિરમગામ તાલુકાનાં 13 ગામ તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના કુલ-39 ગામોની આશરે 35000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.

1027 કરોડના બીજા તબક્કાનું કામ ચાલુ વર્ષના અંતમાં શરૂ થશે
હાલમાં ચાલી રહેલી ફેઇઝ-1ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. આ ફેઇઝ-1 ની કામગીરી માટે 377.65 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની ૬૫ ટકા કામગીરી પૂરી થઈ છે. ઓગસ્ટ-2025 માં પ્રથમ તબક્કો પૂર્ણ થશે. 1027 કરોડના બીજા તબક્કાનું કામ ચાલુ વર્ષના અંતમાં શરૂ થશે.

આ પણ વાંચોઃગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 33 શંકાસ્પદ કેસ, કુલ 16 મૃત્યુ નોંધાયા, CMએ બેઠક યોજી

Back to top button