ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Text To Speech
  • ગાંધીનગરના કરાઈ ખાતે કાર્યક્રમ યોજાયો
  • રાજ્યના 671 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
  • મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને સંબોધ્યા

ગાંધીનગર: પોલીસ સ્મૃતિ દિવસના અવસરે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. ફરજ દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપનાર પોલીસ જવાનોની શહાદને વંદન કરવાના ઉદેશ્ય સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્યના 671 શહીદ પોલીસ જવાનોને પોલીસ સ્મૃતિ દિવસે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

પોલીસ શહીદ સંભારણા દિવસના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર તમામ પોલીસ જવાનોને સંબોધ્યા હતા. તેમણે પોતાના સંબોધન કહ્યું કે, આજે નવરાત્રીનો 7મો દિવસે છે જેને કલરાત્રી તરીકે ઉજવાય છે. વર્ષ 1959માં ચીને ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો જેમાં ઘણા બધા જવાનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. એ દિવસની યાદમાં 21મી ઑક્ટોબરને પોલીસ સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કે, પોલીસ જવાનોની શહાદતને હું વંદન કરું છું. પોલીસ કોઈપણ પરિસ્થિતિ કે આપત્તિમાં પોતાના પ્રાણની પરવાહ કર્યા વિના પોતાની ફરજ નિભાવે છે.

આ કાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પોલીસ અધિકારીઓને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, હાલમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોડી રાત સુધી પોલીસ જવાનો ખડેપગે રહે છે. તેમજ કોરોનાકાળ દરમિયાન ફ્રન્ટવૉરિયર તરીકે કામ કરનાર પોલીસ જવાનોને પણ યાદ કર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં તહેવારો સમયે CM ભૂપેન્દ્ર પટેલે નાના વેપારીઓ માટે લીધો મોટો નિર્ણય

Back to top button