ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM નીતિશ કુમારે અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ, જૂઓ વીડિયો શું કહ્યું

Text To Speech

પટના, 9 નવેમ્બર : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શનિવારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથેના સંબંધોને યાદ કર્યા અને એક મોટો ખુલાસો પણ કર્યો હતો. નીતિશ કુમારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલજીએ દાયકાઓ પહેલા તેમને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા હતા. બિહારના અરાહમાં એક રેલીને સંબોધતા નીતિશે કહ્યું કે, હું સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં મંત્રી હતો. તે મને ખૂબ પસંદ કરતાં હતાં અને તેમણે જ મને બિહારના મુખ્યપ્રધાન બનાવ્યા હતા. મેં કેટલીક ભૂલો કરી હતી પરંતુ હવે અમે સાથે મળીને કામ કરીશું.

RJD પર નીતિશ કુમારનો કટાક્ષ

નીતિશે કહ્યું, અમે જોયું કે કોઈ કામ થઈ રહ્યું નથી. આરજેડી સરકાર દરમિયાન, ડરના કારણે સાંજ પછી કોઈ ઘરની બહાર નીકળી શકતું ન હતું…તેમના કારણે અથડામણ થતી હતી. તેઓ માત્ર મુસ્લિમ મતો ઇચ્છતા હતા… પરંતુ હિન્દુ-મુસ્લિમ ઝઘડાઓ વધી રહ્યા હતા… શું અમે સત્તામાં આવ્યા પછી કોઈ અથડામણ થઈ છે? નીતીશ કુમારે આડકતરી રીતે રાષ્ટ્રીય જનતા દળ પર નિશાન સાધ્યું હતું.

નીતિશે તેમની સરકારના વખાણ કર્યા

તેમની સરકારની સિદ્ધિઓને બિરદાવતા નીતિશે કહ્યું, “અમે હિન્દુઓ, મુસ્લિમો, ઉચ્ચ જાતિઓ, પછાત, અત્યંત પછાત, દલિતો અને મહાદલિતો માટે કામ કર્યું છે… અમે મુસ્લિમ સમુદાય માટે પણ ઘણું કામ કર્યું છે. મદરેસાઓને સરકારી માન્યતા આપવામાં આવી અને શિક્ષકોને પણ સરકારી શાળાના શિક્ષકો સમાન વેતન આપવામાં આવ્યું હતું. તેઓ (વિપક્ષ) વોટ લેતા રહ્યા અને ક્યારેય કંઈ કર્યું નથી.

આ પણ વાંચો :- ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડાનો મોટો નિર્ણય, વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સર્વિસ કરી બંધ

Back to top button