ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM મમતા બેનર્જીને ધુમ્મસને કારણે અકસ્માત નડ્યો, માથમાં પહોંચી ઈજા

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 24 જાન્યુઆરી:  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને માથામાં ઈજા થઈ છે. બર્દમાનથી કોલકાતા પરત ફરતી વખતે અકસ્માત નડતા મમતા બેનર્જી ઘાયલ થયા હતા. સરકારી યોજનાઓના લાભાર્થીઓ માટેના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મમતા બેનર્જી રાજ્યના પૂર્વ અને પશ્ચિમ બર્દવાન જિલ્લામાં પહોંચ્યા હતા. માહિતી સામે આવી છે કે વરસાદના કારણે મમતા બેનર્જી રોડ માર્ગે કોલકાતા પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત રોડ પર ઓછી વિઝિબિલિટી અને ધુમ્મસના કારણે થયો હતો. કારે બ્રેક લગાવતાં મુખ્યમંત્રીને માથામાં કપાળ પર આ ઈજા થઈ હતી.

મમતા બેનર્જીને માથાના ભાગમાં ઈજા પહોંચી

તૃણમૂલ કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ખરાબ હવામાનના કારણે મુખ્યમંત્રી રોડ માર્ગે આવી રહ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પૂર્વ-પશ્ચિમ બર્ધમાન જિલ્લાઓની મુલાકાત લીધી ત્યારે એકલા હાથે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓને લગતા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મમતા બેનર્જી ત્યાં પહોંચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીને પગમાં ઈજા થઈ હતી. ત્યારે પણ તેમણે વ્હીલચેરમાં બેસીને પ્રચાર કર્યો હતો. પક્ષના સૂત્રોનું કહેવું છે કે હાલ તેઓ સ્વસ્થ છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અમે હમણાં જ સાંભળ્યું છે કે મમતા બેનર્જી કાર અકસ્માતમાં ઘાયલ થયા છે. અમે તેને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા ગુરુવાર (25 જાન્યુઆરી) સવારે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો: મમતાજી વગર INDI ગઠબંધનની કલ્પના કરવી પણ મુશ્કેલ: કોંગ્રેસ

Back to top button