કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીએ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યું, અસરગ્રસ્તો સાથે ચર્ચા કરી

Text To Speech

જામનગર, 29 ઓગસ્ટ 2024, ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદ અને પૂરને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બે દિવસ પણ હજી ભારે વરસાદની આગાહી છે. આ પૂરને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગરમાં સમીક્ષા બેઠક યોજવા માટે પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ ખાતે તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક યોજ્યા બાદ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. જામનગર બાદ મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે જશે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું
મુખ્યમંત્રીએ રામનગર-ખંભાળિયાનું હવાઇ નિરિક્ષણ કર્યું હતું. જ્યાં તેમની સાથે ખંભાળિયાના ધારાસભ્ય અને મંત્રી મૂળુભાઈ બેરા, જામનગરના સાંસદ પૂનમ મામડ તથા ચીફ સેક્રેટરી રાજ કુમાર પણ હતા.આ પહેલા જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત જિલ્લા કલેકટર મનપા કમિશનર મેયર સાંસદ ધારાસભ્ય સહિત સમીક્ષા બેઠક યોજી હતી. ખંભાળિયામાં પાછલા પાંચ દિવસમાં 38 ઇંચ વરસાદ થવાના કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી.દેવભૂમિ દ્વારકાના જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા
જામનગર શહેરમાં ભારે વરસાદને કારણે જળપ્રલય જેવી સ્થિતિની ભીતિ સર્જાઇ હતી. અસંખ્ય ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. તંત્ર દ્વારા 2000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, જ્યારે 300થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા 65 હજારથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ આ કામગીરી ચાલુ છે.ખંભાળિયામાં સોળ ઇંચ પાણી વરસી જતાં તમામ માર્ગો જળબંબાકાર બની ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ ગંભીર સ્થિતિ જોવા મળી હતી. દ્વારકામાં જન્માષ્ટમી પર્વે મેઘરાજા મંડાયા બાદ સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદે સાડાઅગિયાર ઇંચ પાણી વરસાવ્યું હતું.

આ પણ વાંચોઃડીપ ડિપ્રેશન મજબૂત થતાં કચ્છમાં 24 કલાકમાં બિપરજોય જેવા વાવાઝોડાની સંભાવના, ભારે પવન ફૂંકાશે

Back to top button