ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM કેજરીવાલની મુશ્કેલી વધી, કોર્ટમાં થવું પડશે હાજર

Text To Speech
  • ED દ્વારા વારંવાર મોકલવામાં આવેલા સમન્સનો કેજરીવાલે એક પણ વાર ન આપ્યો જવાબ
  • કેજરીવાલે જવાબ ન આપતાં EDએ ફરિયાદ અરજી દાખલ કરી, કોર્ટે કેજરીવાલને હાજર થવા સમન્સ જારી કર્યું

દિલ્હી, 7 ફેબ્રુઆરી: દિલ્હી દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. EDના સમન્સની અવગણના કરી રહેલા CM કેજરીવાલને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને સમન્સ જારી કરીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અત્યાર સુધી દિલ્હીના સીએમ કેજરીવાલને 5 સમન્સ જારી કરવામાં આવ્યા છે પરંતુ તેઓ હજુ સુધી પૂછપરછ માટે હાજર થયા નથી.

કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં 5 સમન્સ છતાં દિલ્હીના સીએમ કેજરીવાલ હાજર ન થવા સામે ED દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે બુધવારે આ મામલામાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે દિલ્હીના સીએમ કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

સમન્સ પર આવ્યું AAPનું નિવેદન

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ પર AAPનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. પક્ષે કહ્યું છે કે અમે કોર્ટના આદેશનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ પછી અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું. પાર્ટીએ કહ્યું છે કે અમે કોર્ટને જણાવીશું કે EDના તમામ સમન્સ કેવી રીતે ગેરકાયદેસર હતા.

ભાજપ અને પીએમ મોદી અરવિંદ કેજરીવાલને ખતમ કરવા માંગે છે: આતિષી

દિલ્હીના મંત્રી આતિષી કહે છે, “ભાજપ અને પીએમ મોદી અરવિંદ કેજરીવાલને ખતમ કરવા માંગે છે. હવે તેઓએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ કેસ કે ઈસીઆઈઆર વગર દરોડા પાડવામાં આવી રહ્યા છે.” શું તે મુખ્ય તપાસ એજન્સી છે?… આજે, EDનો ઉપયોગ માત્ર તેમના (BJP) રાજકીય હરીફોને ખતમ કરવા માટે કરવામાં આવે છે અને અરવિંદ કેજરીવાલ આ યાદીમાં નંબર વન છે.

આ પણ વાંચો: સમાન નાગરિક ધારો – UCC વિશે તમે જાણવા માગો એ બધું અહીં વાંચો

Back to top button