ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CM કેજરીવાલ આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય, સમન્સને ગેરકાયદે ગણાવ્યા

Text To Speech

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડમાં આજે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય. આમ આદમી પાર્ટીએ કહ્યું કે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય. એજન્સીના સમન્સ ગેરકાયદેસર છે. CM કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવાને બદલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ. મહત્ત્વનું છે કે,  ઈડીએ અરવિંદ કેજરીવાલને અત્યાર સુધીમાં છ સમન્સ જારી કર્યા છે. તાજેતરનું સમન્સ 14 ફેબ્રુઆરીએ જારી કરવામાં આવ્યું હતું અને તેમને 19 ફેબ્રુઆરીએ કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.

EDનું સમન્સ ગેરકાયદેસર છે: અરવિંદ કેજરીવાલ

EDએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે કેજરીવાલ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમને મોકલવામાં આવેલા સમન્સની અવગણના કરી રહ્યા છે. ઈડીના સમન્સ પર અરવિંદ કેજરીવાલ હાજર ન થવાનો મામલો પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે EDનું સમન્સ ગેરકાયદેસર છે. જો કાયદેસર અને યોગ્ય સમન્સ મોકલવામાં આવશે, તો તે ચોક્કસપણે ED સમક્ષ હાજર થશે. કેજરીવાલે એવો પણ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીનો ઉદ્દેશ્ય લોકસભા ચૂંટણી પહેલા મારી ધરપકડ કરાવવાનો છે. મારી ધરપકડ કરીને તે દિલ્હી સરકારને તોડી પાડવા માંગે છે. પરંતુ અમે ચોક્કસપણે આવું થવા દઈશું નહીં. આ સમન્સ રાજકીય રીતે પ્રેરિત છે. EDએ જણાવવું જોઈએ કે તે શા માટે પૂછપરછ કરવા માંગે છે?

એજન્સીએ 17 ફેબ્રુઆરીએ છઠ્ઠું સમન્સ મોકલ્યું હતું અને કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પહેલા તપાસ એજન્સીએ કેજરીવાલને 2 ફેબ્રુઆરી, 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા. જ્યારે પાંચ સમન્સ બાદ પણ દિલ્હીના સીએમ પૂછપરછ માટે આવ્યા ન હતા, ત્યારે EDએ રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને EDનું છઠ્ઠું સમન્સ, 19 ફેબ્રુઆરીએ હાજર રહેવા આદેશ

Back to top button