ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જળ બોર્ડ કૌભાંડમાં CM કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, નોટિસને કહ્યું ગેરકાયદે

Text To Speech
  • મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટની કલમ 50 હેઠળ સીએમ કેજરીવાલને સમન્સ જારી કર્યું હતું

નવી દિલ્હી, 18 માર્ચ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સોમવારે ED સમક્ષ હાજર નહીં થાય. જે અંગે AAP પાર્ટીએ કહ્યું છે કે, જ્યારે CMને કોર્ટમાંથી જામીન મળી ગયા છે, તો પછી ED શા માટે વારંવાર સમન્સ મોકલી રહ્યું છે? તેણે ઈડીના સમન્સને ગેરકાયદે ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, EDએ દિલ્હી જલ બોર્ડ કેસમાં મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટની કલમ 50 હેઠળ સીએમ કેજરીવાલને સમન્સ જારી કર્યું હતું.

 

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે, બીજેપીના લોકો સીએમ કેજરીવાલને કોઈને કોઈ કેસમાં બળજબરીથી જેલમાં ધકેલવા માંગે છે. તેઓ કોઈને કોઈ બહાનું લઈને આવે છે. ભાજપ EDની પાછળ છુપાઈને ચૂંટણી લડવા માંગે છે.

 

શું છે દિલ્હી જલ બોર્ડનો મામલો?

EDએ દાવો કર્યો છે કે, DJB દ્વારા કોન્ટ્રાક્ટ ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલા નાણાં કથિત રીતે દિલ્હીમાં શાસક પક્ષ AAPને ચૂંટણી ભંડોળ તરીકે મોકલવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં, EDએ તપાસના ભાગરૂપે કેજરીવાલના અંગત મદદનીશ, AAP રાજ્યસભાના સભ્ય, ભૂતપૂર્વ DJB સભ્ય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને અન્યના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા.

નિષ્ણાતો કહે છે કે, ED કેસ CBIની FIR પર આધારિત છે, જેમાં DJB કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો આરોપ લગાવતી NKG ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની પાસેથી 38 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે. આરોપ છે કે, કંપની ટેક્નિકલ યોગ્યતાના માપદંડોને પૂર્ણ કરતી નથી છતાં તેને અનિયમિત રીતે કામ આપવામાં આવ્યું હતું.

આ પણ જુઓ: વ્લાદિમીર પુતિન પાંચમી વખત રશિયાના પ્રમુખ બન્યા, 87.17 ટકા મતો સાથે મેળવી જીત

Back to top button