ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

AAPના સ્થાપના દિવસ નિમિત્તે કેજરીવાલે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી

  • લોકોના પ્રેમ અને આશીર્વાદથી એક નાની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીમાં પરિવર્તિત થઈ ગઈ છે- અરવિંદ કેજરીવાલ
  • 11 વર્ષમાં AAPને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી છે
  • અમારી પાછળ દેશની તમામ એજન્સીઓ મુકવામાં આવી, પણ કોઈ પુરાવા મળ્યા નહી

નવી દિલ્હી, 26 નવેમ્બર: દિલ્હી અને પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP)ની સ્થાપનાના આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસર પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટી કાર્યકરોને શુભેચ્છા પાઠવી અને 11 વર્ષમાં રાષ્ટ્રીય પક્ષ બનવાની તેની સફરને યાદ કરી હતી. તેમજ પાર્ટીના કાર્યકર્તાઓને ઉત્સાહ અને જુસ્સા સાથે કામ કરવાનું ચાલુ રાખવાની વાત કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, વર્ષ 2012 માં આ દિવસે દેશના સામાન્ય માણસે  પોતાની પાર્ટી ‘આમ આદમી પાર્ટી’ની સ્થાપના કરી હતી.  ત્યારથી લઈને આજ સુધી આ 11 વર્ષમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, ઘણી મુશ્કેલીઓ પણ આવી છે પરંતુ આપણા બધાના જુસ્સામાં કોઈ ઘટાડો થયો નથી. આજે લોકોના પ્રેમ અને આશીર્વાદથી એક નાની પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીમાં પરિવર્તિત થઈ ગઈ છે. જનતાના આશીર્વાદ અમારી સાથે છે. અમે બધા અમારા મજબૂત ઇરાદા સાથે આગળ વધવાનું ચાલુ રાખીશું અને જનતા માટે કામ કરીશું. પાર્ટીના સ્થાપના દિવસ પર તમામ કાર્યકરોને શુભેચ્છાઓ.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી દેશની સૌથી ઝડપથી વિકસતી પાર્ટી છે. અમારી પાર્ટીને નિશાન બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતના ઈતિહાસમાં છેલ્લા 11 વર્ષમાં આમ આદમી પાર્ટીને જેટલી નિશાન બનાવવામાં આવી છે તેટલો અન્ય કોઈ રાજકીય પક્ષને નિશાન બનાવાયો નથી. 11 વર્ષમાં અમારી સામે ખોટા કેસ થયા. AAP પાછળ દેશની તમામ એજન્સીઓ મુકવામાં આવી. પરંતુ તેમને આજ સુધી ક્યારેય કોઈ પુરાવા મળ્યા નથી. આ અમારી ઈમાનદારીનું સૌથી મોટું પ્રમાણપત્ર છે. મારું દિલ ભારે છે કારણ કે, આ પહેલો સ્થાપના દિવસ છે જ્યારે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને વિજય નાયર અહીં અમારી સાથે નથી. તેઓને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યાઔ છે. ભાજપ અન્ય પક્ષોના નેતાઓને ખોટા કેસ કરીને ઝુકાવવાનું જાણે છે પણ AAPને કેવી રીતે ઝૂકાવવું તે તેઓ જાણતા નથી. અમારા માટે ગર્વની વાત છે કે અમારા કોઈપણ ધારાસભ્યએ પોતાને વેચ્યા નથી કે તોડ્યા નથી.

11 વર્ષમાં AAP નેતાઓ વિરુદ્ધ 250 FIR

સીએમ કેજરીવાલે  કહ્યું કે, આ અમારો પહેલો સ્થાપના દિવસ છે જ્યારે મનીષ સિસોદિયા અમારી સાથે નથી. મને મારા તમામ નેતાઓ પર ગર્વ છે જેઓ ભારતીય જનતા પાર્ટીથી ડરતા ન હતા.  આ 11 વર્ષમાં અમારી વિરુદ્ધ 250 ખોટા કેસ નોંધાયા છે. અમે દેશની રાજનીતિ બદલી નાખી છે. જ્યાં દેશમાં જાતિ અને ધર્મના નામે રાજકારણ લડવામાં આવતું હતું ત્યાં અમે દેશમાં સારા શિક્ષણની રાજનીતિ પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો, ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 156 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વીજળી પડવાથી ત્રણના મોત

Back to top button