ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પંજાબના CM હાઉસમાં આજે શરણાઈ વાગશે, ભગવંત માન તેમનાથી 16 વર્ષ નાની ડૉ.ગુરપ્રીત સાથે લગ્ન કરશે

Text To Speech

48 વર્ષના પંજાબના CM ભગવંત માનના આજે બીજા લગ્ન છે. તે હરિયાણાના પિહોવાના રહેવાસી 32 વર્ષના ડૉ. ગુરપ્રીત કૌર સાથે ચંદીગઢના CM હાઉસમાં સાંજે ફેરા ફરશે. માન અને ગુરપ્રીતના પરિવાર સિવાય અરવિંદ કેજરીવાલનો પરિવાર પણ લગ્નમાં હાજરી આપશે.

ભગવંત માનના પહેલા પત્ની ઈન્દ્રપ્રીત કૌર સાથે વર્ષ 2015માં છૂટાછેડા થઈ ગયા હતા. માનને તેના પહેલા લગ્નથી બે બાળકો છે, દિલશાન (17) અને સીરત (21). જે માતા સાથે અમેરિકામાં રહે છે.

GURPREET KAUR
ભગવંત માનની થનારી પત્ની ડૉ. ગુરમીત કૌરે મહેંદીવાળો પોતાનો ફોટો ટ્વિટ કર્યો છે

કોણ છે ડૉ. ગુરપ્રીત કૌર
CM ભગવંત માનના થનારા પત્ની હરિયાણાના પિહોવાના તિલક કોલોનીની રહેવાસી છે. તે હવે રાજપુરામાં જ રહે છે. તેમના પરિવારમાં 3 બહેનો છે. 2013માં ગુરપ્રીત કૌરે અંબાલાના મુલાના મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. 2017માં તેમને મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો. 2019માં તેમની મુલાકાત ભગવંત માન સાથે થઈ. ભગવંત માન ત્યારે સંગરુરથી લોકસભા સાંસદ હતા. જે બાદ તેઓ CM માનના વિશેષ કાર્યક્રમોમાં સામેલ થતાં રહ્યાં. CM પદના શપથગ્રહણ સમારંભમાં પણ ગુરપ્રીત કૌર ઉપસ્થિત હતા.

પરિવારના જણાવ્યા અનુસાર ભગવંતની બહેનની ગુરપ્રીત સાથે સારી મિત્રતા છે. આ કારણે માનનો પરિવાર ગુરપ્રીતને સારી રીતે ઓળખતો હતો.

ભગવંત અને ગુરપ્રીત 2019માં પહેલીવાર મળ્યા હતા. માન તે સમયે સંગરુરથી સાંસદ હતા. માનના સીએમ પદનાં શપથ સમારોહમાં પણ તે જોવા મળી હતી.

GURPREET KAUR
2013માં ગુરપ્રીત કૌરે અંબાલાના મુલાના મેડિકલ કોલેજમાં એડમિશન લીધું. 2017માં તેમને મેડિકલનો અભ્યાસ પૂરો કર્યો. 2019માં તેમની મુલાકાત ભગવંત માન સાથે થઈ.

પરિવારમાં 3 બહેનો, ગુરપ્રીત સૌથી નાની છે
CM માનની પત્ની બની રહેલી ડૉ. ગુરપ્રીત કૌર તેની ત્રણ બહેનોમાં સૌથી નાની છે. તેની મોટી બહેન નીરુના લગ્ન અમેરિકામાં જ્યારે બીજી બહેન જગ્ગુ તેના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયામાં રહે છે. ગુરપ્રીત કૌરના પિતા ઈન્દ્રજીત સિંહ કેનેડાની નાગરિકતા ધરાવે છે જ્યારે તેની માતા રાજ હરજિન્દર કૌર ગૃહિણી છે.

પરિવારમાં પહેલા આવરો-જાવરો હતો
પરિવારે CM માન માટે ડો.ગુરપ્રીત કૌરની પસંદગી કરી છે. ડૉ. ગુરપ્રીત કૌર માનની બહેન મનપ્રીત કૌર સાથે પહેલેથી જ પરિચિત છે. તે પરિવારમાં અવારનવાર આવતી- જતી હતી. માનની બહેન મનપ્રીત અને ગુરપ્રીત ઘણી વખત સાથે શોપિંગ કરવા પણ જતા હતા. માનના માતા હરપાલ કૌર અને બહેન મનપ્રીત કૌરે આ સંબંધ નક્કી કર્યો હતો. પરિવારના કહેવા પર CM માને લગ્ન માટે સંમતિ જણાવી હતી.

BHAGWANT MANN
2015માં બંનેએ છૂટાછેડા લીધા હતા. પત્ની પુત્ર અને પુત્રી સાથે અમેરિકા જતી રહી હતી.

રાજકારણને લીધે પ્રથમ પત્નીથી છૂટાછેડા
CM માનની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌર સાથેના સંબંધો રાજકારણના કારણે બગડી ગયા હતા. 2014માં તેમણે સંગરુર લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી. ત્યારબાદ તેમની પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌરે પણ પ્રચાર કર્યો હતો. જો કે, બીજા જ વર્ષે સંબંધો બગડવા લાગ્યા. CM  માને કહ્યું કે તેઓ પરિવારને સમય આપી શકતા નથી. તેમને પરિવાર અને પંજાબમાંથી પંજાબને પસંદ કર્યું હતુ. જે બાદ 2015માં બંનેએ છૂટાછેડા લીધા હતા. પત્ની પુત્ર અને પુત્રી સાથે અમેરિકા જતી રહી હતી.

Back to top button