ટોપ ન્યૂઝનેશનલ

મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટમાં પણ પાસ થયા CM એકનાથ શિંદે, સરકારના પક્ષમાં 164 તો વિરોધમાં 99 મત પડ્યા

Text To Speech

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ જીતી લીધો છે. સરકારના સપોર્ટમાં 164 મળ્યા છે. 287 ધારાસભ્ય વર્તમાનના છે અને સરકાર બનાવવા માટે 144 વોટની જરૂર હતી. વોટિંગ દરમિયાન કોંગ્રેસના અશોક ચૌહાણ સહિત 5 ધારાસભ્યો ગૃહમાંથી ગાયબ હતા. વોટિંગ દરમિયાન ઉદ્ધવના ખાસ સંજય બાંગડે શિંદેના સમર્થનમાં વોટ નાખ્યો હતો. વોટિંગમાં શરદ પવારના ખાસ અને NCPના ધારાસભ્ય શ્યામ સુંદરે પણ શિંદે સરકારના સપોર્ટમાં વોટ આપ્યો છે.

ફ્લોર ટેસ્ટ પહેલાં ઉદ્ધવ જૂથના વધુ એક ધારાસભ્યએ બળવો કર્યો
ઉદ્ધવ ઠાકરેના જૂથના વધુ એક MLA ફ્લોર ટેસ્ટ પહેલા બળવો પોકાર્યો હોય તેવું લાગે છે. કારણ કે શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના MLA સાથે જોવા મળ્યા છે. તેઓ શિંદે જૂથના MLA સાથે આજે સવારે હોટલ છોડતા જોવા મળ્યા અને તેમની સાથે જ વિધાનસભા પહોંચ્યા છે.

Eknath Shinde
શિવસેના વિધાયક સંતોષ બંગાર કે જેઓ ઉદ્ધવ ઠાકરે જૂથમાં હતા તેઓ સીએમ એકનાથ શિંદે અને તેમના જૂથના વિધાયકો સાથે જોવા મળ્યા

ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા
ફ્લોર ટેસ્ટ પહેલા ભાજપ-શિંદે જૂથના ધારાસભ્યોએ રવિવારે એકનાથ શિંદેને પોતાના નેતા ચૂંટી લીધા. સ્પીકર રાહુલ નાર્વેકરે પણ શિંદેને નેતા તરીકે માન્યતા આપી. તેમના તરફથી ભરત ગોગાવલેને ચીફ વ્હિપ નિયુક્ત કરાયા છે. બીજી બાજુ ઉદ્ધવ જૂથના અજય ચૌધરીને પહેલા ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા તેમની નિયુક્તિને સ્પીકરે રદ કરી છે. આ સાથે જ સુનિલ પ્રભુને પણ ચીફ વ્હિપના પદેથી હટાવી દેવાયા છે. ત્યારબાદ ઉદ્ધવ જૂથ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. જો તેઓ નવા ચીફ વ્હિપનો આદેશ ન માને તો તેમના વિરુદ્ધ અયોગ્યતાની કાર્યવાહીનો રસ્તો ખુલી જશે.

સ્પીકર ચૂંટણીમાં શિંદે જૂથે બાજી મારી હતી
ઉદ્ધવ સરકારને પાડ્યા પછી એકનાથ શિંદેએ રવિવારે વિધાનસભામાં પહેલું શક્તિ પરિક્ષણ જીતી લીધું છે. ભાજપના રાહુલ નોર્વેકર વિધાનસભામાં નવા સ્પીકર ચૂંટાયા છે. નોર્વેકરને 164 વોટ જ્યારે શિવસેનાના રાજની સાલ્વીને 107 વોટ મળ્યા છે. વોટિંગ દરમિયાન NCPના 7 અને કોંગ્રેસના 2 ધારાસભ્યો ગાયબ રહ્યા હતા.

12 ધારાસભ્યોએ ભાગ ના લીધો
સ્પીકર ચૂંટણીમાં નવાબ મલિક (NCP), અનિલ દેશમુખ (NCP), મુત્કા તિલક (ભાજપ), લક્ષ્મણ જગતાપ (ભાજપ), પ્રણીત શિંદે (કોંગ્રેસ), દત્તા ભરણે (NCP), નિલેશ લંકે (NCP), અણ્ણા બનસોડે (NCP), દિલીપ મોહિતે (NCP), બબન શિંદે (NCP), મુફ્તી ઈસ્માઈલ શાહ (AIMIM) અને રણજીત કાંબલે (કોંગ્રેસ)એ વોટિંગમાં ભાગ લીધો નહતો.

Back to top button