બોટાદ જિલ્લાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસકાર્યોની ભેટ આપી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે 297.56 કરોડના કામોનું ઈ- લોકાર્પણ, ખાત મુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના રમતવીરો માટે 15.47 કરોડના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું મુખ્યમંત્રી ઈ- ખાત મુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદના ધારાસભ્ય સહિત આગેવાનો સહિત શહેરના નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે આજે બોટાદ ખાતે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા ભૂમિપૂજન સંપન્ન થયું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રી દ્વારા લાભાર્થીઓને દિવ્યાંગતાના પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. pic.twitter.com/0sSFoCqYR7
— CMO Gujarat (@CMOGuj) January 25, 2023
જિલ્લામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સંતો અને કવિઓની ભૂમિ બોટાદ પણ હવે વિકાસના નક્શામાં ઉભરી રહ્યું છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે જ્યાં તક નહોતી ત્યાં તક ઊભી કરવાનું કામ આપણી સરકારે કર્યું છે. બોટાદમાં બનનાર સ્પોર્ટ્સ સંકુલ આવી ઘણી નવી તકો સર્જન કરશે, એવો આશાવાદ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે. જનભાગીદારી સાથે વિકાસના માર્ગ પર તેજ ગતિથી આગળ વધીને ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ નું લક્ષ્ય હાંસલ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. pic.twitter.com/ulJv021gMk
— CMO Gujarat (@CMOGuj) January 25, 2023
ભારત આ વર્ષે જી-20 સમિટનું યજમાની કરી રહ્યું છે. જી-20ના 15 કાર્યક્રમમાં ગુજરાતમાં પણ યોજાશે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી દેશ અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે આ અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને અને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસો કરીએ, એવું તેમણે આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ અત્યાધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો તથા બૉમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણો સહિતના વિવિધ હથિયારોની માહિતી દર્શાવવામાં આવી છે. pic.twitter.com/60NoU90ejB
— CMO Gujarat (@CMOGuj) January 25, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા યોજવામાં આવેલ અત્યાધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો, બૉમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણો સહિતના વિવિધ હથિયારોની માહિતી દર્શાવવામાં આવી છે.
74માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે બોટાદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ https://t.co/mGnJEoGXvC
— CMO Gujarat (@CMOGuj) January 25, 2023
74માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે બોટાદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની પણ ઉજવણી કરવામાં આવી હતી.