ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલની જુના સચિવાલયમાં સરપ્રાઈઝ વિઝીટ : પેન્શન-પીએફ ઓફિસનું વર્ક તપાસ્યું

Text To Speech

આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુના સચિવાલય ખાતે ગાંધીનગરની પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. વિધાનસભાનું અંદાજપત્ર સત્ર હાલ ચાલી રહયું છે ત્યારે મંગળવારે બે બેઠકો હોવાથી મુખ્યમંત્રીના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભા કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ મુખ્યમંત્રીએ પોતાના આ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં અચાનક જ ફેરફાર કરીને કોઇને ય જાણ કર્યા વગર સાંજના સમયે સીધા જૂના સચિવાલયના બ્લોક નંબર-૧૮ માં આવેલી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીની ઓચિંતિ મુલાકાતે પહોંચી ગયા હતા.

Cm Bhupendra Patel
Cm Bhupendra Patel

વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે સંવાદ કર્યો

આ કચેરી ખાતે તેમણે કચેરીના અધિકારી તેમજ કર્મચારીઓ સાથે સીધી વાતચીત કરીને કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ કચેરીમાં પોતાના કામ અર્થે આવેલા વરિષ્ઠ પેન્શનર્સ અને અન્ય અરજદારો સાથે પણ સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાતથી પેન્શન એન્ડ પ્રોવિડન્ડ ફંડ નિયામકની કચેરીના કર્મયોગીઓ આશ્ચર્ય અનુભવવા સાથે મુખ્યમંત્રીના જનસંવેદનાપૂર્ણ અભિગમથી પ્રભાવિત થયા હતા.

Cm Bhupendra Patel
Cm Bhupendra Patel

ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ ઓચિંતી મુલાકાતની જાણ થતાં જ મુખ્ય સચિવ રાજકુમાર, નાણાં વિભાગના અગ્ર સચિવ ગુપ્તા, અગ્ર સચિવ મોના ખંધાર પણ પેન્શન પ્રોવિડન્ટ ફન્ડ નિયામક કચેરીએ પહોંચ્યા હતા અને મુલાકાતમાં જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કર્મચારીઓ સાથે હળવાશથી વાતો કરી હતી.

Cm Bhupendra Patel
Cm Bhupendra Patel
Back to top button