ગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ, આટલા કરોડ વધારાના ફાળવાશે

Text To Speech
  • CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ
  • રાજ્યની 12 મહિલા MLAને વધારાની ગ્રાન્ટ મળશે
  • રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે

મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષ રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં 2023-24નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

મહિલા ધારાસભ્યોને વિશેષ ગ્રાન્ટની ભેટ

ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્‍ટ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે.

ભૂપેન્દ્ર પટેલ-humdekhengenews

રજૂઆતને મળ્યો સકારાત્મક પ્રતિસાદ 

મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.

આ  પણ વાંચો : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર 131 મીટરને પાર પહોંચી

Back to top button