અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલનો બાળ પ્રેમઃ બાળકોને મળવા માટે કાફલો રોકાવ્યો, જુઓ વીડિયો

Text To Speech

બાલાસિનોર, 03 ઓગસ્ટ 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સહજતા અને બાળકો પ્રત્યેના સ્નેહનું વધુ એક ઉદાહરણ તેમણે મહિસાગર જિલ્લાના બાલાસિનોરની મુલાકાત દરમ્યાન પૂરૂ પાડ્યું હતું.મુખ્યમંત્રી બાલાસિનોર ખાતેથી સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરીને રૈયોલી જઈ રહ્યાં હતા. તે દરમ્યાન તેમના કોન્વોયના વાહનો સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે મુખ્યમંત્રીનું ધ્યાન માર્ગની બાજુમાં ઊભા રહી આ વાહનોને નિહાળી રહેલા બાળકો તરફ ગયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તુરંત જ કોન્વોય રોકાવીને કારમાંથી નીચે ઉતરી ગયા હતા.

મુખ્યમંત્રીએ બાળકો વચ્ચે બેસીને તસવીર પડાવી
કોન્વોય વાહનોને અચાનક ઊભા રહી જતા જોઈને બાળકો વિચારમાં પડી ગયા હતા. ત્યાં તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાળકો પાસે પહોંચી ગયા હતા અને તેમને મળીને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રીએ આ બાળકો વચ્ચે બેસીને તસવીર પડાવી હતી. તેમજ વડીલ વાત્સલ્ય ભાવથી બાળકો સાથે સંવાદ કરીને તેમના અભ્યાસ, વર્ગ ખંડ, શાળાની સુવિધાઓ અને માતા-પિતા તથા પરિવાર અંગે પૃચ્છા પણ કરી હતી.આ બાળકોના ચહેરા પર પણ મુખ્યમંત્રીને મળવાનો આનંદ છલકાતો જોવા મળ્યો હતો અને મુખ્યમંત્રીની આ સહજતા તથા શિશુ પ્રેમ જોઈને ગ્રામજનોએ આશ્ચર્ય અનુભવ્યું હતું.

આ પણ વાંચોઃમુખ્યમંત્રીએ ગુજરાતની 31 નગરપાલિકાઓને સિટી સિવિક સેન્ટરની ભેટ આપી

Back to top button