ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી

Text To Speech

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દિપાવલીની દીપમાળા, દીવડાઓની પ્રકાશજ્યોત અંધકારથી ઉજાસ તરફની ઉર્ધ્વગતિ અને સકારાત્મક દ્રષ્ટિકોણની પ્રેરણા આપે છે.


તેમણે દિવાળીના આ પર્વો જન-જનનાં મનમાં સકારાત્મકતાની ઉમંગ જ્યોતથી સજાવવાની અભ્યર્થના વ્યક્ત કરી છે. એટલું જ નહીં, તેઓએ વિક્રમ સંવત 2080નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે તેવી મંગલ કામનાઓ કરી છે. તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે, આપણે સૌ સત્ય નિષ્ઠાથી વિકાસ માટેના પ્રકાશ દિવડા પ્રગટાવીને વિકસિત ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ ની ઝળહળતી મશાલ પ્રજ્વલિત કરીએ.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વિઝનરી લીડર અને વિશ્વના લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના વિકાસના નાંખેલા મજબૂત પાયાને સૌ કોઈ ગુજરાતી બાંધવોના સહિયારા પ્રયાસથી આપણે સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા ગુજરાતને વિકાસનો પર્યાય બનાવ્યું છે. આ દિપાવલી અને નુતન વર્ષ પ્રકાશ પર્વ સાથોસાથ સામાજિક, આર્થિક, વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને તેવી અભિલાષા દર્શાવી છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખજોદમાં ડાયમંડ બુર્સ-ડ્રીમ સિટી પ્રોજેક્ટની સમીક્ષા કરી

Back to top button