ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલ નહીં આપે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી, આવું છે કારણ

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં ભણકારા વાગી રહ્યા છે. રાજકીય તજજ્ઞો સહિતનાં સામાન્ય લોકોને પણ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતી અને રાજકીય ગરમારો જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં ચૂંટણી આવવાની છે. બસ રાહ છે, તે ક્યારે આવશે તે તારીખોની. હાલ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ચૂંટણી વિશે કશું જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સ્વયંમ ચૂંટણી પંચમાં પણ ફેરબદલીનો દોર જોવામાં આવતા ગુજરાત સહિતનાં રાજ્યોની ચૂંટણીની તૈયારીઓ તો થઇ રહી જ છે તે પ્રતિત થાય છે.

ચૂંટણીની તૈયારીનાં ભાગ રૂપે જ ગુજરાતમાં રાજકીય મહાનુભવોનાં કાર્યક્રમો અને આંટાફેરા વધી ગયા હોવાનું પણ ઉડીને આંખે વળગી રહ્યું છે. PM મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આ સિલસિલો ભાજપનાં રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા આગળ ધપાવામાં આવી રહ્યો હોય તે રીતે, નડ્ડા પણ ગુજરાતનાં પ્રવાસ પર આવી રહ્યા છે.

જી હા, નડ્ડાનાં ગુજરાત પ્રવાસને કારણે જ ગુજરાતનાં મુખ્યમંત્રીનો સુરત પ્રવાસ પણ રદ્દ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં યોજાઇ રહેલ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાનાં હતા. જો કે હાલ અચાનક જ નડ્ડાનાં ગુજરાતનાં પ્રવાસનાં કારણે CM દ્વારા પોતાનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે CM ખુદ એક પાટીદાર નેતા છે અને હાલમાં ગુજરાતમાં પાટીદાર લોબીને કારણે રાજકીય ગરમારો તેની ચરમ સીમાએ જોવામાં આવે છે, ત્યારે ગુજરાતનાં મુખ્યમંત્રીનો સુરત પ્રવાસ અનેક બાબતો સૂચવી રહ્યો હતો.

Back to top button