ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે, આ તારીખે મુલાકાતીઓને ગાંધીનગર ન આવવા અપીલ

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ સોમવાર 16 જાન્યુઆરીથી દિલ્હીમાં બે દિવસ માટે યોજાનારી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સહભાગી થવા નવી દિલ્હીની મુલાકાતે જશે. મુખ્યમંત્રી આ બે દિવસો દરમ્યાન એટલે કે, સોમવાર 16 જાન્યુઆરી અને મંગળવારે 17 જાન્યુઆરીએ ધારાસભ્યો, સાંસદ, પદાધિકારીઓ કે પ્રજાજનોને ગાંધીનગરમાં મળી શકશે નહી.

આ પણ વાંચો: અમેરિકાની નાસા યુનિવર્સિટીમાં સુરતની દીકરી નામ રોશન કરશે

રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સહભાગી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ બે દિવસ દિલ્હીમાં રોકાશે. તેમજ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. તથા 16 અને 17 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે. તેથી મુલાકાત માટે લોકોને ગાંધીનગર ન આપવા અપીલ કરવામાં આવી છે.

 

Back to top button