ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે આવશે ગુજરાત, પુત્રની તબિયત હાલ સુધારા પર

Text To Speech
  • આવતીકાલે સવારે 10.30 કલાકે મળશે કેબિનેટ બેઠક
  • CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત હાલ સુધારા પર
  • CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે ગુજરાત આવશે. જેમાં પુત્રની તબિયત હાલ સુધારા પર છે. તેમજ આવતીકાલે સવારે 10.30 કલાકે કેબિનેટ બેઠક મળશે. તેથી CM ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે અમદાવાદ આવી જશે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ઉમેદવારદીઠ રૂ.254ની ચુકવણીમાં ગરબડ

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત હાલ સુધારા પર છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની અચાનક તબિયત લથડી હતી. જે પછી તેમની અમદાવાદની કેડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે પછી વધુ સારવાર માટે અનુજ પટેલને મુંબઈ ખસેડવામાં આવ્યા હતા, જે હવે તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની પ્રિ-ઇવેન્ટ્સ 4 ઝોનમાં યોજાશે 

મંગળવારે હિંદુજા હોસ્પિટલમાં સર્જરી કરાઇ

મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલની તબિયત સુધારા પર હોવાની માહિતી સામે આવી છે. જેમાં સર્જરી બાદ અનુજ પટેલની તબિયત સુધારા પર છે તેવી વિગતો સામે આવી છે. મુંબઈની હોસ્પિટલમાં સોમવારે સર્જરી કરવામાં આવી હતી જે પછી તેમને હોસ્પિટલમાં ડૉક્ટરોના ન્યુરોસર્જનના ઓબ્જર્વેશન પર રખાયા હોવાની માહિતી આપી છે. આ અગાઉ મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. જેમાં હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે તબિયત સ્થિર છે, જલ્દી સારા થાય તેવી આશા છે. તેમજ હેલ્થ બુલેટિન જાહેર કરાશે. તેમજ મંગળવારે હિંદુજા હોસ્પિટલમાં સર્જરી કરાઇ છે.

Back to top button