અમદાવાદ,2 ડિસેમ્બર 2023, 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 5 ડિસેમ્બર, 2023ના રોજ અમદાવાદ ખાતે ‘એક્સપોર્ટએક્સીલરેટ: વિકસિત ભારત @2047 માટે ભારતની નિકાસ ક્રાંતિ’ ના થીમ પર એક્સપોર્ટર્સની કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આ કાર્યક્રમમાં સંબોધન કરશે.આ કાર્યક્રમમાં એક્સપોર્ટ્સ અંગે એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે.આ કાર્યક્રમ દરમિયાન ‘ડિજિટલ ટ્રેડ: લીવરેજિંગ ટેક્નોલોજીસ ફોર સીમલેસ એન્ડ બાઉન્ડ્રી-ફ્રી ટ્રેડ’ વિષય ઉપર એક પ્લેનરી સેશન પણ આયોજિત થશે.
સેશન દરમિયાન થનારી ચર્ચાઓમાં આ હસ્તીઓ ભાગ લેશે
આ સેશન દરમિયાન થનારી ચર્ચાઓમાં કેપીએમજી ઇન્ડિયાની ટેક્નોલોજી એડવાઇઝરીના ડાયરેક્ટર ચિંતન મેહતા, અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર આનંદ દેસાઇ, NTT ગ્લોબલ ડેટા સેન્ટર્સના સિનિયર ડાયરેક્ટર સંદીપ દાંડેકર, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ અને સીઇઓ અજય સહાય, ભારત સરકારના નીતિ આયોગના વેપાર અને વાણિજ્ય તેમજ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ સ્ટ્રેટેજિક ઇકોનોમિક ડાયલોગના ફેલો અને ભૂતપૂર્વ પ્રમુખ સલાહકાર અને વડા ડૉ. બદ્રીનારાયણ (પીએચડી) અને અરવિંદ લિ.ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કુલીન લાલભાઈ હિસ્સો લેશે.
ભારત @2047’ માટે ગુજરાતના નિકાસ રોડમેપ અંગે ચર્ચા
કાર્યક્રમના સમાપન વખતે ગુજરાતના એડિશનલ DGFT અને ફોરેન ટ્રેડના ડિરેક્ટોરેટ જનરલ વીરેન્દ્ર સિંઘ (ITS), IDBI બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ ખતનહાર અને SIDBI બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટ સુદત્તા માંડલ દ્વારા ‘એક્સપોર્ટ ફાઇનાન્સિંગ ઓપ્શન્સ ફોર માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ: નેવિગેટિંગ ધ લેન્ડસ્કેપ્સ’ વિષય પર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના નિકાસ રોડમેપ અંગે ચર્ચા કરવા, તેની પરિકલ્પના કરવા અને ચાર્ટર બનાવવા માટે અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને વૈશ્વિક ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.