CM ભૂપેન્દ્ર પટેલે SP ઓફિસની લીધી ઓચિંતી મુલાકાત, અધિકારીઓ સાથે કરી વાતચીત


મુખ્યપ્રધાન તરીકે બીજી વખત ચાર્જ સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ એક્શનમાં જોવા મળી રહી છે, ત્યારે આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ જિલ્લા SP કચેરીની ઓચિંતી મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાનની આ સરપ્રાઈઝ વિઝીટે સૌ અધિકારીઓને ચોંકાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ વિભાગનાં અધિક મુખ્ય સચિવ રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : દેવાયત ખવડ સહિત બે આરોપીઓનાં બે દિવસનાં રિમાન્ડ થયાં મંજૂર

અધિકારીઓ સાથે વાતચીત કરી મેળવ્યો હવાલો
અમદાવાદ જિલ્લા SP કચેરી પહોંચતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ તેમજ પોલિસ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને અમદાવાદ ગ્રામ્ય SP ઓફિસનો હવાલો મેળવ્યો હતો તેમજ ઓફિસ વિશેની તમામ માહિતી મેળવી હતી. આ ઉપરાંત પોલિસ અને સામાન્ય જનતા તરફથી આવતી ફરિયાદો વિશે માહિતી લઈ ફોલોઓન લીધો હતો.

સરકાર એક્શન મોડમાં
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બની છે, ત્યારે માત્ર 16 મંત્રીઓના કેબિનેટ ધરાવતી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તામાં આવતાની સાથે જ ક્વિક મોડમાં એક્શન લઈ રહી છે, ત્યારે સામાન્ય લોકોને ઓછી તકલીફ પડે અને લોકોની મુશ્કેલીઓનું સમાધાન થાય તે માટે સરકાર સજ્જ છે અને તે દિશામાં પગલા લેવાય રહ્યા છે, તેને અંતર્ગત મુખ્યપ્રધાન મોટા અધિકારીઓને મળી રહ્યાં છે.
