ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ

CM ભૂપેન્દ્ર પટેલ જાપાનમાં TEPCO રિન્યુએબલ એન્ડ પાવર કંપનીના પ્રમુખને મળ્યા

Text To Speech
  • પ્રમુખ સાથેની બેઠકમાં મેનેજિંગ ડિરેક્ટર હિરોયુકી નિશિયામા અને માસાકી હોન્ડા રહ્યા ઉપસ્થિત
  • CMએ પ્રેસિડેન્ટને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સહભાગી થવા પાઠવ્યું આમંત્રણ  

ટોક્યો, 28 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-2024 ના પ્રચાર માટે જાપાનની મુલાકાતે ગયા છે. ત્યારે આજે જાપાન પ્રવાસના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે TEPCO રિન્યુએબલ એન્ડ પાવરના પ્રમુખ માસાશી નાગાસાવાને મળ્યા હતા અને પ્રેસિડેન્ટ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હિરોયુકી નિશિયામા અને માસાકી હોન્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ઓફિસ દ્વારા ટ્વિટ કરી આપવામાં આવી માહિતી

 

મુખ્યમંત્રી ઓફિસ દ્વારા ટ્વિટર પર ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના ટોક્યો ખાતે ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપની (TEPCO) રિન્યુએબલ એન્ડ પાવરના પ્રેસિડેન્ટ માસાશી નાગાસાવા, મેનેજિંગ ડિરેક્ટર્સ હિરોયુકી નિશિયામા અને મસાકી હોન્ડા સાથે બેઠક યોજીને ગુજરાતમાં પમ્પ્ડ-સ્ટોરેજ હાઇડ્રોઇલેક્ટ્રીસીટી સહિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી સંભાવનાઓ બાબતે ચર્ચા કરી હતી તેમજ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)-2024માં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.

આ પણ જાણો :સીએમ ભૂપેન્દ્ર પટેલે જાપાનની બેન્કના ચેરમેનને ગ્લોબલ સમિટમાં આવવા આપ્યું નિમંત્રણ

Back to top button