ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતદક્ષિણ ગુજરાતદિવાળીમધ્ય ગુજરાતમીડિયાવિશેષ

ગુજરાત સામયિકના દિપોત્સવી અંક-૨૦૭૯નું વિમોચન કરતા મુખ્યમંત્રી

Text To Speech

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯નું આજે સોમવારે વિમોચન કર્યું હતું. પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ માહિતી ખાતા દ્વારા ગુજરાત દિપોત્સવી અંક પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. પ્રતિ વર્ષે સાહિત્યકારો અને વાંચકોમાં ગુજરાત દિપોત્સવી અંકની પ્રતીક્ષા રહે છે.

ગુજરાત દિપોત્સવી-HDNews

માહિતી નિયામક ડી.કે.પારેખે મુખ્યમંત્રીને ગુજરાત દિપોત્સવી અંક વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, દિપોત્સવી અંક-૨૦૭૯માં સર્વશ્રી ગુણવંત શાહ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, કુમારપાળ દેસાઈ, યશવંતભાઈ મહેતા, અજય ઉમટ, કૃષ્ણકાંત ઉનડકટ, ડૉ. દિનકર જોશી, ડૉ. ચંદ્રકાંત મહેતા, મધુરાય જેવા લબ્ધ પ્રતિષ્ઠિત સર્જકોની કલમે થયેલા સર્જનને સંકલિત કરીને પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ દિપોત્સવી અંક-૨૦૭૯માં ૩૧-અભ્યાસલેખ, ૩૬-નવલિકા, ૧૯-વિનોદિકા, ૧૧-નાટિકા અને ૧૦૨-કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિપોત્સવી અંક ૫૯ તસવીરો અને ચિત્રોથી નયનરમ્ય અને આકર્ષક બન્યો હોવાની માહિતી મુખ્યપ્રધાનને આપવામાં આવી હતી.

વિમોચન વેળાએ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, અધિક માહિતી નિયામકો, સર્વશ્રી અરવિંદ પટેલ, પુલક ત્રિવેદી, મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક ઉદય વૈશ્નવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button