ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

CM ભૂપેન્દ્ર પટેલે સીએમ રીલીફ ફંડ માટે ઓનલાઈન પોર્ટલ કર્યું લૉન્ચ

Text To Speech

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાહત ફંડમાં દાન સ્વીકારવા માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ ઓનલાઈન પોર્ટલ દ્વારા કોઈપણ વ્યક્તિ સરળતાથી રાહત ફંડમાં દાન કરી શકે છે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર આ રાહત ફંડ દ્વારા જરૂરિયાતમંદ લોકોને સહાય પૂરી પાડે છે. ગયા વર્ષે સરકારે આ રાહત ફંડ દ્વારા ગંભીર રોગોથી પીડિત 2,000થી વધુ લોકોને મદદ કરી હતી. જેમાં લગભગ 49 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી. ગાંધીનગરમાં આયોજિત લોન્ચિંગ કાર્યક્રમમાં રાહત કમિશનર આલોક પાંડે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચીફ જનરલ મેનેજર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ રીતે તમે રાહત નિધિ ફંડમાં દાન આપી શકો છો

આ પોર્ટલ પર ઓનલાઇન લિંક ઉપર ક્લિક કરીને કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો દાન-ફાળો આપી શકશે. સૌપ્રથમ, આ લિંક પર ક્લિક કરવાથી સંબંધિત વ્યક્તિના મોબાઈલ નંબર પર ઓટીપી જનરેટ થશે અને દાન આપનાર વ્યક્તિ પોતાના નામ, સરનામા, પાનકાર્ડ, ઈ-મેઇલ આઇડી જેવી પ્રાથમિક વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ પે-ડોનેશન પર ક્લિક કરીને અલગ-અલગ પેમેન્ટ મોડના માધ્યમથી સી.એમ. રીલીફ ફંડમાં ઓનલાઇન ડોનેશન આપી શકાશે. નોંધનીય છે કે, આ પેમેન્ટ સક્સેસફુલ થયેથી દાન આપનાર વ્યક્તિને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ,  સર્ટિફિકેટ પણ મળશે.

એટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ માર્ગ અક્સમાતના કિસ્સામાં ગંભીર ઈજાગ્રસ્ત કે જીવ ગુમાવે છે ત્યારે આ ભંડોળમાંથી સહાય પૂરી પાડવામાં આવે છે. હવે, ઓનલાઈન પોર્ટલની કામગીરીથી, દેશ અને દુનિયામાંથી કોઈપણ વ્યક્તિ એક ક્લિક પર મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન આપી શકશે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના સરકારના પ્રયાસોના સમર્થક બની શકશે.

આ પણ વાંચો: વાયબ્રન્ટ સમિટ પહેલાં દિલ્હીમાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીનો બેઠકોનો દોર

Back to top button