લાલ દરવાજાના નવા AMTS બસ સ્ટેન્ડનું CM ભૂપેન્દ્ર પટેલે કર્યું લોકાર્પણ
અમદાવાદ શહેરનાં હાર્ટ સમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલા AMTS બસ સ્ટેન્ડનું મુખ્યમંત્રીના હસ્તે લાલદરવાજા બસ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજથી લાલ દરવાજા AMTS બસ સ્ટેન્ડ ખુલ્લું મુકવામા આવ્યું છે. અમદાવાદના આ 76 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપીને તૈયાર કરવામા આવ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલે બસ સ્ટોપનું કર્યું લોકાર્પણ
65 વર્ષ જૂના બસ સ્ટેન્ડનું હેરિટેજ થીમ પર લાલ દરવાજા બસ સ્ટોપનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ AMTS બસ સ્ટોપનું લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામા આવી રહ્યું છે.લાલ દરવાજા બસ સ્ટોપ અમદાવાદીઓ માટે ટ્રાન્સપોટેશનનું મોટું હબ છે હાલ એએમટીએસ એ શહેરની જીવાદોરી ગણાય છે ત્યારે અમદાવાદઓને આજે નવા AMTS બસ સ્ટેશનની ભેટ મળી છે.અમદાવાદની મોટા ભાગની બસો લાલા દરવાજા AMTS બસ સ્ટોપથી પસાર થાય છે અહી મુસાફરોની ખુબ જ મોટી ભીડ પણ જોવા મળે છે. આ ટર્મિનસ પરથી દૈનિક 49 રૂટ પર 118 બસની અવરજવર થતી હોય છે.આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લાલ દરવાજા બસ સ્ટેન્ડને લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે.
હેરિટેજ થીમ પર બનાવાયું બસ સ્ટેશન
લાલ દરવાજાનું બસ સ્ટેન્ડ રિનોવેશન કરવામાં આવ્યું છે.અમદાવાદની ઓળખ સમાન એવા લાલ દરવાજા બસ ટર્મિનસને હેરિટેજ લૂક આપીને તૈયાર કરવામા આવ્યું છે. મદાવાદને હેરિટેજ સીટીનો દરજ્જો મળેલ છે જેને ધ્યાને લઈ આખું બસ સ્ટેન્ડે હેરિટેજ થીમથી બનાવવામાં આવ્યું છે.આશરે 10 કરોડનાં ખર્ચે આ બસ સ્ટોપ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : અવધેશ રાય હત્યા કેસ: વારાણસી કોર્ટે માફિયા મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો