

હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તા પર આવ્યા પછી ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા અને લોકોની મુશ્કેલીઓને સમજી તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે. જેના માટે નવી સરકાર બન્યા પછી મંત્રીમંડળે પણ પૂરજોશમાં કામગીરી શરૂ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે માણસા ખાતે આકસ્મિક મુલાકાત ગોઠવી કામગીરીની સમીક્ષા કરી હતી.
ગુજરાત :મુખ્યમંત્રી @Bhupendrapbjp ફરી સરકારી કચેરીઓની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા
કચેરીઓમાં કેવી કામગીરી ચાલી રહી છે તેની અને સમસ્યાઓને સમજવાનો તેમજ વધુ સરળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે
આજે માણસાના બાપુપુરાની આંગણવાડી અને પંચાયત ઘર પહોંચ્યા હતા@CMOGuj @BJP4Gujarat #Gujarat pic.twitter.com/t49YkvBqbM— Hum Dekhenge News (@humdekhengenews) December 31, 2022
ફરી એક વાર ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. માણસામાં આંગણવાડી, પંચાયતઘરની મુલાકાત કર્યા બાદ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. તેમજ ત્યાં હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટે પણ ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
જેની સાથે જ ભૂપેન્દ્ર પટેલે શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ શાળાના એક વર્ગખંડમાં પહોંચ્યા હતા. જ્યાં નાના બાળકો અભ્યાસ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્ર પટેલે આ શાળાના સ્ટાફ સાથે પણ વાતો કરી હતી. તેમણે તમામ સુવિધાઓ તથા જરૂરિયાતો અંગે સમીક્ષા કરી હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
આ પણ વાંચો : ખેડૂતો આનંદો: હવે ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરે નહી જવું પડે, કૃષિમંત્રીએ કરી મોટી જાહેરાત
અગાઉ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓની કામગીરી ચકાસવા પણ સરપ્રાઈઝ વિઝિટ કરતા હોય છે. આવી જ રીતે ભાજપ હવે આ વિધાનસભામાં જંગી બહુમત સાથે બેઠકો જીતતા સુપર એક્ટિવ મોડમાં આવી ગયું છે.
આ પણ વાંચો : આજથી અમદાવાદમાં ભવ્ય ફ્લાવર શોની શરૂઆત, જાણો શું સમયથી લઈ તમામ માહિતી