CM ભૂપેન્દ્ર પટેલ નવા બ્રિજનો સ્લેબ તુટવા મામલે એક્શનમાં, જાણો શું છે સમગ્ર મામલો?
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ
- બ્રીજનો વચ્ચેનો સ્લેબ તુટવાને મામલે CM એક્શનમાં
- તાપી: વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પર બ્રીજનો મામલો
- બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટ્યો
- બ્રીજના બાંધકામ મટિરિયલની ગુણવત્તામાં ગંભીર ક્ષતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તા. 14 જૂન-2023 બુધવારે સવારે તૂટી પડવાની ઘટનાને પગલે તાત્કાલિક તપાસ સોંપી હતી. આ તપાસના પ્રાથમિક અહેવાલમાં હાઇ લેવલ બ્રીજના બાંધકામ મટિરિયલની ગુણવત્તામાં ગંભીર ક્ષતિ હોવાનું જણાતા મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે સખ્તાઈથી પેશ આવવાનો નિર્ણય કર્યો છે.
તદ્દઅનુસાર, પૂલની બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી પર ઉતારવાના આદેશો કર્યા છે.
આ ઉપરાંત બાંધકામમાં કોન્ક્રીટની યોગ્ય ગુણવત્તા ન જાળવવા માટે આ પૂલના ઇજારદાર અક્ષય કન્સ્ટ્રકશન, સુરતને બ્લેક લિસ્ટમાં મૂકવાનો અને નાણાંકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
આ પણ વાંચો: Biparjoyના પગલે કચ્છમાં પીજીવીસીએલ એકશન મોડમાં; 50 ટીમ કચ્છની કામગીરી માટે તૈનાત