અમદાવાદગુજરાતબિઝનેસવાયબ્રન્ટ ગુજરાત સમિટ

ગાંધીનગરમાં ચેક રિપબ્લિકના PM પેટ્ર ફિઆલા સાથે CM ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી

Text To Speech

ગાંધીનગર, 10 જાન્યુઆરી 2024, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પેટ્ર ફિઆલા સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી.પેટ્ર ફિઆલા રાષ્ટ્ર અધ્યક્ષ હોવાના નાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – ૨૦૨૪માં ચીફ ગેસ્ટ તરીકે સહભાગી થયા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 2001માં ગુજરાતે ભયંકર ભૂકંપનો માર વેઠ્યો હતો. ઉપરાંત પાણીની ભારે અછત પણ ગુજરાતી ભોગવી છે. આ બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ગુજરાતને બહાર લાવવા અને વિકાસના માર્ગે ગતિમાન બનાવવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન વડાપ્રધાન મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પરંપરા 2023માં શરૂ કરાવી હતી.

વાઇબ્રન્ટ સમિટની ભૂમિકા અંગે વિષદ છણાવટ કરી
તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.આ સાથે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન અને વૈશ્વિક મંચ ઉપર ગુજરાતની ક્ષમતાઓને ઉજાગર કરવામાં વાઇબ્રન્ટ સમિટની ભૂમિકા અંગે વિષદ છણાવટ કરી હતી.

ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા પરામર્શ
પેટ્ર ફીઆલાએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ચેક રિપબ્લિકના વડાપ્રધાન સહભાગી થાય તે હવે એક પરંપરા બની ગઈ છે. તેઓએ કહ્યું કે, આ પૂર્વેની વાઇબ્રન્ટ સમિટમાં તેમના પૂર્વગામી વડાપ્રધાન સહભાગી થયા હતા અને હવે તેઓને વાઇબ્રન્ટ સમિટની આ ૧૦મી એડિશનમાં સામેલ થવાની તક મળી છે. આ બેઠકમાં ઇન્ડસ્ટ્રી, ઓટોમેટીવ અને ક્લીન એનર્જી ક્ષેત્રે સહભાગીતા કરવા માટે પરામર્શ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘે ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની મુલાકાત લીધી

Back to top button