ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

CM ભુપેન્દ્ર પટેલે તાપી ખાતે શાળાના બાળકો સાથે ભોજન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગઈકાલની નર્મદા જિલ્લાની મુલાકાત બાદ આજે તાપી જિલ્લાના વિવિધ ગ્રામીણ વિસ્તારોની મુલાકાતે છે. અંતર્ગત, CM ભુપેન્દ્ર પટેલે કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી. ત્યાર બાદ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ તેમજ બાળકોના અભ્યાસ અને શાળાકીય પ્રવૃત્તિઓની વિગતો મેળવી છે.

મુખ્યમંત્રી દુકાનદારો, આરોગ્યકર્મીઓ સાથે સંવાદ બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સહજ સરળતાનો વધુ એક પરિચય આપતાં છેક ગ્રામીણ સ્તરના પાયાના કર્મયોગીઓ અને આદિજાતિ ગ્રામજનો સાથે બેસીને સંવાદ સાધી-લોકસંપર્કનો નવતર અભિગમ અપનાવ્યો છે.મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલું સાગબારા તાલુકાનું જાવલી ગામ ગુજરાતનું પ્રથમ ગામ છે.CM ભૂપેન્દ્ર પટેલે બુધવારે સાંજે જાવલી પહોંચીને ત્યાંના ગ્રામસેવક, તલાટી, વી.સી.ઈ. શિક્ષકગણ તેમ જ સસ્તા અનાજની દુકાન ધરાવનારા દુકાનદારો, આરોગ્યકર્મીઓ સાથે સંવાદ બેઠક યોજી હતી.

Cm ભુપેન્દ્ર પટેલ વિદ્યાર્થી સાથે ભોજન
Cm ભુપેન્દ્ર પટેલ વિદ્યાર્થી સાથે ભોજન

શાળામાં બાળકોની જોડે મધ્યાહન ભોજન લીધું

આ મુલાકાતમાં મુખ્ય મંત્રીએ તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકીતલાવ ખાતેની શાળામાં બાળકોની જોડે મધ્યાહન ભોજન લીધું છે.તેમણે બાળકો સાથે ભોજન પહેલા પ્રાથના પણ કરી. બાળકો સાથે પ્રાર્થના કરીને પૌષ્ટિક ભોજન લીધું ત્યારે તેમને સંસ્કાર, શિક્ષણ અને સ્વાસ્થ્યનો સુભગ અનુભૂતિ થઈ છે.

કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત

તાપી જિલ્લાના નિઝર તાલુકાના રૂમકીતલાવ ખાતેની શાળામાં બાળકોની મુલાકાત પહેલા મુખ્યમંત્રીએ કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે ત્યાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તબીબી સ્ટાફ અને દર્દીઓ સાથે વાતચીત કરીને સરકારની વિવિધ આરોગ્યવિષયક યોજનાઓ અંતર્ગત મળતી સહાય અને લાભની વિગતો મેળવી હતી.

દૂધ ઉત્પાદક સહકારી મંડળીની બહેનો સાથે સંવાદ

ગામોની મુલાકાતમાં મુખ્યમંત્રી કુકરમુંડા તાલુકામાં અમૃત સરોવરની મુલાકાત પણ લીધી હતી. તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો ત્યાં તેમને દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પણ મુલાકાત કરીને ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મંડળીની સભાસદ બહેનો અને અન્ય સભાસદો સાથે સંવાદ કરી દૂધ એકત્રીકરણ અને વિતરણ વ્યવસ્થા તેમજ પશુપાલનની પ્રવૃત્તિઓ અંગે વિગતો મેળવી હતી.

આ પણ વાંચો:અમદાવાદ – ગાંધીનગરમાં U20 સમિટ : વિદેશી મહેમાનોનું ધામધૂમથી સ્વાગત

Back to top button