ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી ખાતે PM નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લેતા CM ભુપેન્દ્ર પટેલ

Text To Speech
  • લોકસભાની ચૂંટણીમાં મેળવેલી જીત માટે પાઠવી શુભેચ્છાઓ
  • રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીએ આપી માહિતી
  • રાજ્યના વિકાસ માટે સીએમે મેળવ્યું વડાપ્રધાનનું માર્ગદર્શન

નવી દિલ્હી, 22 જૂન : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બપોરે બાદ નવી દિલ્હી પહોંચ્યા હતા. અહીંયા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. લોકસભાની ચૂંટણીમાં એનડીએને મળેલી જીત અને વડાપ્રધાન બન્યા બાદ તેમણે પ્રથમ વખત નરેન્દ્રભાઈ મોદીની મુલાકાત લીધી હતી. ભુપેન્દ્રભાઈ પટેલે નરેન્દ્રભાઈ મોદીને આ જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમની સાથે વિશેષ ચર્ચાઓ કરી હતી.

રાજ્યની પરિસ્થિતિ અંગે આપી માહિતી

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લેવા પહોંચેલા ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યની પરિસ્થિતિ અંગે વડાપ્રધાનને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે ? રાજ્યના પ્રશ્નો કેવા છે ? રાજ્યની જરૂરિયાત શું છે ? જે અંગે જાણકારી મેળવ્યા બાદ વડાપ્રધાને તેમને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચાની શકયતા

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યમાં 5 વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ તમામ સીટ ઉપર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી. આ પાંચેય બેઠક કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાયેલા નેતાઓ ચૂંટાયા હતા. તેમની જીત બાદ હવે રાજ્યના મંત્રીમંડળમાં પણ ફેરફાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક મંત્રીઓને પડતા મૂકી શકાય છે અને કેટલાક નવા મંત્રીઓ બની શકે છે ત્યારે આ અંગે પણ ચર્ચા થયાની શક્યતા છે.

Back to top button